દરિયા કિનારે ગ્લેમરસ લૂકમાં જોવા મળી હિના ખાન,જુઓ ફોટોઝ
07, ડિસેમ્બર 2020

મુંબઇ 

પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ હિના ખાન આજકાલ તેના પરિવારની સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. તે માલદીવથી પોતાના સુંદર ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. માલદીવના આ ફોટોગ્રાફ્સમાં હિના ખાન ખૂબ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી છે. હાલમાં જ હિના ખાને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર તેના માલદીવના ગલેમરસ ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.

હિના ખાને શેર કરેલા ફોટોગ્રાફ્સમાં એક ફોટોગ્રાફમાં તે બ્લૂ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે તો અન્ય ફોટોગ્રાફમાં તે દરિયા કિનારે બેઠેલી જોવા મળી રહી છે. હિના ખાનના માલદીવના આ ફોટોગ્રાફ્સ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.


આ ફોટોગ્રાફ્સ શેર કરતા હિના ખાને લખ્યું કે 'ચિયર્સ ટૂ લાઈફ'. થોડી વાર પહેલા જ હિના ખાને શેર કરેલા આ ફોટોગ્રાફ્સને ગણતરીની મિનિટોમાં જ અઢળક લાઈક્સ મળી રહી છે. ફેન્સ પણ તેના આ ફોટોગ્રાફ્સ પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

અહીં ઉલ્લેખનીય છે કે હિના ખાન જાણીતી ઈન્ડિયન ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ છે. હિના ખાનની જાણીતી સિરિયલ્સમાં 'યહ રિશ્તા કયા કહલાતા હે' અને 'કસૌટી ઝિંદગી કી' વગેરે છે. આ સિવાય તેણે ટીવીના જાણીતા રિયાલિટી શો 'ફીયર ફેક્ટર: ખતરો કે ખિલાડી 8' અને 'બિગ બોસ 11'માં ભાગ લીધો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution