દેશભરના પાંચ મોટા રાજ્યોમાંથી ઐતિહાસિક પ્રથમ માલ યુકે રવાના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026  |   1881

ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (ઝ્રઈ્છ) અમલમાં આવવાની સાથે જ ગ્રાઉન્ડ લેવલ પર તેની ઐતિહાસિક અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. 

આજે દેશના અલગ-અલગ રાજ્યો અને અગ્રણી ઔદ્યોગિક કેન્દ્રો પરથી પ્રથમ નિકાસ માલ (શિપમેન્ટ) ને ભારે ઉત્સાહ વચ્ચે યુકે તરફ રવાના કરાયો છે. આ કરાર ભારતીય ઉત્પાદનો માટે બ્રિટનમાં ૯૯ ટકા નિકાસ માટે શૂન્ય-ડ્યુટી બજાર ઍક્સેસ સુનિશ્ચિત કરે છે.વેપારની આ ઐતિહાસિક સફરની શરૂઆત કરતા બેંગલુરુમાં યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર ચંદ્રુ ઐયરે પ્રથમ કન્સાઇન્મેન્ટને લીલી ઝંડી બતાવી જણાવ્યું હતું કે આ પ્રેફરન્શિયલ ટેરિફ બંને દેશોના વેપારને અજાેડ વેગ આપશે. કોલકાતા એરપોર્ટના આંતરરાષ્ટ્રીય કાર્ગો સંકુલમાંથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તાપસ રોયની ઉપસ્થિતિમાં સોનાના દાગીના, સોપારી, ચા અને કોફી જેવી ચીજાેને રવાના કરાઇ હતી. દક્ષિણ અને ઉત્તર ભારતમાં પણ આ કરારને લઈને ઉત્સાહ જાેવા મળ્યો હતો. હૈદરાબાદમાં તેલંગાણાના ઉદ્યોગ સચિવ કૃષ્ણા આદિત્ય અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉદ્ઘાટન શિપમેન્ટને લીલી ઝંડી અપાઈ હતી, અમૃતસરના ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી એર ઇન્ડિયાની બર્મિંગહામ સીધી ફ્લાઇટ દ્વારા ગારમેન્ટ્સનો જથ્થો મોકલાયો હતો

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution