/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પ્રેમલગ્ન બાદ છૂટાછેડા લેનાર પત્ની ઉપર પતિનો ધારદાર હથિયારથી હુમલો

વડોદરા, તા.૧૬

સુરતના ગ્રીષ્મા હત્યાકેસ જેવો જ બનાવ આજે શહેરમાં બન્યો હતો. જાે કે, ગળા ઉપર ચપ્પુ જેવા ધારદાર હથિયારથી હુમલો છતાં સમયસર સારવાર મળી જતાં યુવતીનો બચાવ થયો હતો. બીજી તરફ પૂર્વ પત્ની ઉપર હુમલો કરનાર પતિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાપોદ પોલીસે હુમલો કરનાર યુવકને ઝડપી પાડયો છે.

ખોડિયારનગરમાં રહેતા ગણપત મંગળસિંહ ખાંટે એ વિસ્તારમાં રહેતી ગરીમા (નામ બદલ્યું છે)ની આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો અને ૧૦ વર્ષ પહેલાં જ બંનેએ પ્રેમલગ્ન કર્યાં હતાં. પરંતુ પ્રેમલગ્ન બાદ ગણપતનું વર્તન બદલાઈ ગયું હતું અને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. પરિણામે ખટરાગ થતાં પાંચ માસ અગાઉ ગરીમા અને ગણપત અલગ થઈ ગયાં હતાં. ગરીમા એની માતાના ઘરે પરત ફરી હતી અને માતા સાથે રહેતી હતી. એ દરમિયાન છૂટાછેડાના કાગળો તૈયાર કરી પરસ્પર સમજૂતીથી ગરીમા અને ગણપત છૂટાં પડી લગ્નજીવનનો અંત આણ્યો હતો અને પોતપોતાની રીતે જિંદગી જીવવાની શરૂઆત કરી હતી.

છૂટાછેડા બાદ પણ ઝનૂની સ્વભાવ ધરાવતો ગણપત ખાંટ ગરીમાને અવારનવાર ફોન કરીને મેસેજ કરીને હેરાન કરતો હતો અને કોઈક વાર તો ઘરમાં ઘૂસી આવીને ગણપત એલફેલ ગાળો બોલી હેરાન કરતો હતો, પરંતુ ગરીમા મૂંગા મોંઢે સહન કરતી હતી. આજે બપોરના સમયે ઘરના સભ્યો હાજર ન હતા એવા સમયે ઘરમાં ગણપત આવ્યો હતો એ જાેઈ એ ગરીમાએ ઘરમાંથી બહાર નીકળી જવાનંુ કહેતાં જ ગણપત ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર હથિયાર કાઢી ગરીમાના ગળા ઉપર ઉપરાછાપરી ઘા મારતાં લોહીના ફુવારા ઊડયા હતા અને ચીસાચીસ સાંભળી આસપાસના રહીશો દોડી આવે એ પહેલાં પૂર્વ પતિ ગણપત ખાંટે પણ પોતાના હાથની નસ કાપી નાખી આત્મહત્યા કરતો હોવાનું નાટક કર્યું હતું. દરમિયાન આસપાસના રહીશોએ દોડી આવી પોલીસને જાણ કરી હતી અને હુમલાખોર ગણપતને પોલીસને સોંપી લોહી નીગળતી હાલતમાં ગરીમાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેની હાલત સ્થિર છે. આમ સુરત જેવી જ ઘટના બનતાં સહેજમાં રહી ગઈ હતી. બાપોદ પોલીસે ગણપત ખાંટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગણપત દારૂના રવાડે ચઢેલો હતો

૨૦૧૨માં પ્રેમલગ્ન કર્યા બાદ ગણપતે કામધંધો કરવાનું બંધ કરી દીધું હતું. પરિણામે પત્ની ગરીમા (નામ બદલ્યું છે) પોતે સિલાઈકામ અને પ્રસંગોમાં બ્યૂટી પાર્લરનું કામ કરી કમાણી કરી ઘર ચલાવતી હતી. પરંતુ ગણપત દારૂના રવાડે ચઢી જતાં પત્ની ગરીમા પાસે રોજેરોજ નાણાંની માગણી કરી ઝઘડો કરતો હતો. જેનાથી કંટાળી ગરીમાએ છૂટાછેડા લીધા હતા.

ગણપતે અગાઉ પણ એસિડ એટેક કર્યો હતો

પરસ્પર સમજૂતીથી થયેલા છૂટાછેડા બાદ પણ ગણપત ગરીમાનો પીછો છોડતો નહોતો. ત્રણ માસ અગાઉ રોડ ઉપર જતી પૂર્વ પત્ની ઉપર એસિડની ભરેલી બોટલ ફેંકી હતી. પરંતુ ગરીમા નીચે નમી જતાં એસિડ એટેકથી બચી ગઈ હતી. પરિવારજનોએ ત્યાર બાદ એસિડની બોટલ ફેંકી માત્ર ડરાવવાનો ઈરાદો સમજી ફરિયાદ કરી ન હતી. જેનું પરિણામ આજે ગરીમાને ભોગવવું પડયું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution