વડોદરા, તા .9

કોરોના ની મહામારીમાં સરકારે જ હવે પ્રજાને સામભરોસે છોડી દીધી છે અને પોઝિટિવ કેસોના આંકડાઓ છુપાવાતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે કોરોના થયેલાઓના નામ પણ જાહેર કરાતા નથી જેના કારણે મોટી મુશ્કેલી સર્જાય એવો આંખ ઉઘાડનારો કિસ્સો બહાર આવ્યો છે. સમા સાવલી રોડની અંબે વિદ્યાલની એક શિક્ષીકાને કોરોના પોઝિટિવ આવતાં શાળાના ૨૦૦ જેટલા શિક્ષકો અને કર્મીઓને ક્વોરેન્ટાઇન કરવા પડે એવી હાલત હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઇ પગલા લેવાયા નથી. બીજી તરફ શહેરમાં શિક્ષકો દ્વારા હવે કોરોના ફેલાશે એવી પરીÂસ્થતિ ઉભી થઇ છે.

અગાઉ દર્દીઓના નામ જાહેર થતા હોવાથી અન્ય લોકો આવા સંક્રમીતોથી દુર રહેતા હતા અને અગાઉ મળ્યા હોય તો સામે ચાલીને તંત્ર પાસે આવી ટેસ્ટ કરાવતા હતા પરંતુ દિવસે દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી હતી અને લોકડાઉન છતા એની ઉપર કાબુ રાખવું મુશ્કેલ બન્યું હતું. તેવા સમયે અનલોક જાહેર થતા શાળાઓએ પણ શિક્ષકોને ફરજ ઉપર આવવા માટે દબાણ કર્યું હતું. વિદ્યાર્થીઓની ગેરહાજરી છતા શિક્ષકોને શાળા સંચાલકો બોલાવતા શહેરની ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો ગત તા.૨૦ મેંથી નિયમીત રીતે શાળાઓમાં જતા હતાં એટલું ઓછું હોય એમ તા.૮ જુનથી તો સત્તાવાર શૈક્ષણિક શરૂ થતા શિક્ષકોની હાજરી તમામ શિળાઓમાં ફરજીયાત બનાવાઇ છે. 

એવા સમયે શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલી અંબે વિદ્યાલયની એક શિક્ષિકા કે જે છેલ્લા કેટલાય દિવસથી બિમાર હોવા છતાં શાળા સંચાલકોના દબાણના કારણે સ્કૂલમાં રોજ આવતી હતી. અંતે એની તબીયત લથડતા એને ખાનગી હોÂસ્પટલ ખાતે લઇ જવાઇ હતી જ્યાં એનો ટેસ્ટ કરાવાતા એ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. જેને લઇ શાળાના સ્ટાફમાં ભય ફેલાયો હતો. પરંતુ શાળા સંચાલકે આ અંગે કોઇ જ પ્રકારના યોગ્ય પગલા નહીં લીધા હોવાનું બહાર આવ્યું છે. 

પોઝિટિવ આવેલી શિક્ષીકા રોજેરોજ શાળાએ આવતી હતી અને ગુજરાતી માધ્યમના ૨૦ જેટલા શિક્ષકોના નજીકના સંર્પકમાં આવી હતી એ ઉપરાંત અંબે વિદ્યાલયમાં જ અંગ્રેજી માધ્યમના ૪૦ જેટલા શિક્ષકો સી.બી.એસ.ઇ.ના ૫૦ જેટલા શિક્ષકો, બાઇઓ, પટાવાળા મળી કુલ ૨૦૦ જેટલા સ્ટાફ પણ એક બીજાના સંર્પકમાં નિયમિત રીતે આવતા હતાં. એવા સમયે ફીના ઉઘરાણા માટે વ્યસ્ત એવા શાળા સંચાલકોએ એક શિક્ષીકાને પોઝિટિવ આવે છે અને એ રોજેરોજ શાળાએ આવતી હોવા છતાં શાળાને બંધ કરી સેનેટાઇઝ કરવાને બદલે શાળા ચાલુ જ રાખી છે જેનાથી કોરોનાનો ચેપ શિક્ષકો દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ પ્રસરે એવી જાખમી શક્યતા ઉભી થઇ છે. 

બેંકની શાખાઓ બંધ તો શાળાઓ કેમ નહીં? 

શહેરની કેટલીક બેંકોમાં કર્મચારી કોરોના પોઝિટિવ આવતા શાખાઓ ૭ દિવસ માટે બંધ થઇ હતી અને કર્મચારીઓને કોરેન્ટાઇન કરી બેંકની શાખાનું સેનેટાઇઝ કરાયું હતું. રિલાઇન્સ ફ્રેસમાં પણ કર્મચારી પોઝિટિવ આવતા સુપર સ્ટોર બંધ કરાયો હતો તો અંબે વિદ્યાલયની શિક્ષીકા પોઝિટિવ આવવા છતાં કેમ ચાલુ રખાઇ છે એવા સવાલો ઉપÂસ્થત થયા છે અને ઉચીં પહોંચને કારણે શાળા સંચાલકો મનમાની કરી શહેરીજનોની જીંદગી સાથે રમત રમી રહ્યા છે. 

સંચાલકો દ્વારા સલામતીના પગલાં નહીં! 

શિક્ષકોને શાળામાં ફરજીયાત બોલાવતા ખાનગી શાળાના સંચાલકો શિક્ષકોની સલામતી માટે કોઇ જ પગલા ભરાતા નથી અને રામભરોસે છોડી મુકે છે એટલું જ નહીં શાળામા નિયમિત દવાનો છંટકાવ નથી કરતા ઉપરાંત સેનેટાઇઝર જેવી સુવિધા પણ સંચાલકો પુરી પાડતા નથી ત્યારે કોરોનાના ફેલાવા માટે હવે શાળાઓ જવાબદાર બની જાય એવી પરીÂસ્થતી અંબે વિદ્યાલયના બનાવથી ઉભી થઇ છે. 

શિક્ષણકાર્ય ચાલુ હોવાનું બતાવી વાલીઓ પાસે ફી ઉઘરાવવી છે! 

સરકાર ઓનલાઇન લર્નીંગ માટે આગ્રહ કરે છે તેમ છતાં ખાનગી શાળાના સંચાલકો શિક્ષકોને શાળામાં બોલાવે છે એની પાછળનું કારણ રીઝલ્ટ તૈયાર કરી વિદ્યાર્થીઓ પાસેથી ફીની રકમની ઉઘરાણી કરાય એવું છે. ઘણી શાળાના ઓનલાઇન શિક્ષણમાં ખુદ શિક્ષકો પણ ફીની ઉઘરાણી કરતા હોય છે પરંતુ એમની શાળામાં ભલે કોરોના ફેલાય રૂપિયાની આવક થવી જાઇએ એટલા બેજવાબદાર ખાનગી શાળાના સંચાલકો બન્યા છે.