હું કોઈની કઠપૂતળી નથી, ડોનાલ્ડ ટ્રમ્પના આરોપો પર જ્યોર્જિયા મેલોની ભડક્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુન 2026  |   1089


ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમિટને લઈને મૂકવામાં આવેલા ગંભીર આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદનમાં દાવો કર્યો હતો કે ઇટાલીમાં યોજાયેલી સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્રના ઈશારે અને તેમના પ્રભાવ હેઠળ કામ કર્યું હતું. ટ્રમ્પના આ સનસનાટીભર્યા આક્ષેપો બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.રોમમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પના આરોપો અંગે પૂછવામાં આવતા ઇટાલિયન પીએમ મેલોનીએ અત્યંત આક્રમક અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “હું કે મારું વહીવટીતંત્ર કોઈ વિદેશી શક્તિ કે કોઈ નેતાની કઠપૂતળી નથી. ઇટાલી એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમારા ર્નિણયો માત્ર અને માત્ર ઇટાલીના રાષ્ટ્રીય હિતો અને અમારા નાગરિકોની ભલાઈને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.” મેલોનીએ ઉમેર્યું કે ય્૭ સમિટનું આયોજન સંપૂર્ણપણે પારદર્શી અને લોકતાંત્રિક રીતે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution