c
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026  |   5643

જાે તમે હાથ કે પગ કાપી નાખો, તો કદાચ લોકો કાયદાનું પાલન કરશે...’ કર્ણાટક હાઈકોર્ટે એક દુષ્કર્મના આરોપી ૨૩ વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દેતા આ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. નટરાજની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ગુના સામે કડક સજા જ એક અસરકારક સાધન તરીકે કામ કરી શકે છે. પશ્ચિમ એશિયાના દેશોનો ઉલ્લેખ કરતા તેમમે કહ્યું કે ‘ત્યાં કડક સજાના ડરને કારણે લોકો કાયદાનું પાલન કરે છે, જ્યારે આપણા દેશમાં લોકશાહી હોવાને કારણે લોકો કાયદાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે.’

જસ્ટિસ આર. નટરાજે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘આપણા દેશની સમસ્યા એ છે કે કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે આપણે ગુનેગારો સામે કડક હાથે કામ લેતા નથી, તેથી જ ગુનો કરવો સરળ બની ગયો છે. લોકશાહી અને કાયદાનું શાસન હોવા છતાં, ગુનેગારો કોઈ પણ જાતના સંકોચ વિના વારંવાર ગુના આચરે છે અને કાયદાકીય છટકબારીઓ તેમજ રક્ષણનો દુરુપયોગ કરે છે. ગુનાખોરી ડામવા માટે સજાનો ભય હોવો અનિવાર્ય છે.દુષ્કર્મના આરોપી વિદ્યાર્થી ગોપી રેડ્ડી કાર્તિક રેડ્ડી વતી હાજર વકીલે દલીલ કરી હતી કે ‘આરોપી ગત ૫ એપ્રિલથી જેલમાં છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution