પંજાબમાં કોંગ્રેસનો આંતરિક વિરોધ દૂરઃ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવાશે
15, જુલાઈ 2021 396   |  

દિલ્હી-

પંજાબમાં કાૅંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા વિખવાદ પર હરીશ રાવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે પરસ્પર મતભેદ ખત્મ કરવાનો ફોમ્ર્યૂલા શોધી કાઢવામાં આવ્યો છે. આમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા રહેશે. તો નારાજ ચાલી રહેલા નવજાેત સિંહ સિદ્ધુને કાૅંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. આ સાથે સાથે ૨ વર્કિંગ પ્રેસિડન્ટ પણ બનાવવામાં આવશે. આને લઈને સત્તાવાર જાહેરાત જલદી કરવામાં આવશે.

અત્યારે સુનીલ જાખડ પંજાબમાં કાૅંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. આ પહેલા એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેપ્ટન અને સિદ્ધુની જંગમાં સુનીલ જાખડની ખુરશીની બલી ચડશે. પંજાબ વિધાનસભા ચૂંટણી જાેતા આવનારા દિવસોમાં કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં પણ કેટલાક ચહેરાઓની એન્ટ્રી થઈ શકે છે. પાર્ટીમાં ૨ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવાની પાછળ પણ વોટની રાજનીતિ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ વાતને લઈને પણ મતભેદ હતા કે પંજાબમાં પાર્ટીની કમાન હિંદુ નેતાને સોંપવામાં આવે અથવા પછી શીખ નેતાને.

ઉલ્લેખનીય છે કે કાૅંગ્રેસના પંજાબ યુનિટમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ પર કાૅંગ્રેસ હાઈકમાન્ડે બુધવારના મિટિંગ કરી હતી. આમાં સમાધાન નીકાળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આમાં કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પ્રદેશ પ્રભારી હરીશ રાવતે પંજાબ કાૅંગ્રેસના મુદ્દા પર ચર્ચા કરી હતી. હરીશ રાવતે આ પહેલા પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને જલદી ખત્મ કરવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગામી ૪-૫ દિવસમાં પંજાબ કાૅંગ્રેસ માટે સારા સમાચાર આવશે. હરીશ રાવતે કહ્યું હતું કે, પંજાબ કાૅંગ્રેસમાં દરેક ખુશ નહીં થાય. તાજેતરના ર્નિણયથી આવું જ કંઈક કરવાનો પ્રયત્ન થયો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution