PAK દુ:ખતી રગ પર ભારતનો હાથ! લદ્દાખમાં સિંધુ નદી પર પ્રથમ ડેમ બન્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, મે 2026  |   4059

ભારતે લદ્દાખની ધરતી પરથી એક એવો ચક્રવ્યૂહ રચી દીધો છે, જેના ગુંજારવથી ઇસ્લામાબાદથી લઈને રાવલપિંડી સુધીના શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લદ્દાખના ઉપરાજ્યપાલે એક દિવસ પહેલા સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન અંતર્ગત લેહમાં સિંધુ એટલે કે ઇન્ડસ નદી પર પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન શું કર્યું, તો સરહદ પાર દોડધામ મચી ગઈ. પાકિસ્તાનની નસેનસથી વાકેફ કર્નલ અજય રૈનાએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનની દુખતી રગ પર હાથ મૂકી દીધો છે. જાે થોડા વધુ પહાડી ડેમ અને ટનલ બની જશે તો પાકિસ્તાનીઓનું ગળું સુકાઈ જશે.કર્નલ રૈનાએ એક્સ પર લખ્યું છે કે,આ તો શરૂઆત છે. જે દિવસે સિંધુ નદી પર ડાયવર્ઝન ટનલની સાથે કોંક્રિટના મોટા ડેમ બની ગયા, તે દિવસે પાકિસ્તાનની કહાની હંમેશા માટે ખતમ થઈ જશે. સિંધુ નદી પાકિસ્તાનની ગળાની નસ છે, અમે એ નસ દબાવી દીધી છે.કર્નલ અજય રૈનાએ ભૂગોળ અને ઇતિહાસની ગૂંચવણને પણ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, સિંધુ નદી એટલે કે ઇન્ડસ રિવરનું પ્રાચીન અને વાસ્તવિક મહત્વ શું છે. આ નદી લદ્દાખમાંથી થઈને વહે છે અને ત્યારબાદ પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્થાન અને આગળના વિસ્તારોમાં પ્રવેશ કરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution