IPL-2021: શિખર ધવનની વિસ્ફોટક ઇનિંગથી દિલ્હીની ધમાકેદાર જીત
19, એપ્રીલ 2021 594   |  

મુંબઈ

આઈપીએલ ૨૦૨૧માં આજની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સએ પંજાબ કિંગ્સને ૬ વિકેટથી હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા ૧૯૪ રન બનાવ્યા. પંજાબ કિંગ્સની તરફથી કે.એલ. રાહુલના ૬૧ અને મયંક અગ્રવાલ ૬૯ રનની શાનદાર બેટીંગ કરી. આ બન્ને ખેલાડીઓ વચ્ચે ૧૨૨ રનની પાર્ટનર શિપ થઈ હતી.

જેના જવાબમાં શિખર ધવનની શાનદાર ઇનિંગ્સે ૯૨ રનની શાનદાર ઇનિંગ્સને ૧૯મી ઓવરમાં ૬ વિકેટે જીતવા માટે મદદ કરી. માર્કસ સ્ટોઇનિસે ૧૯મી ઓવરમાં રિલે મેરેડિથના બોલમાં ચોગો ફટકારીને દિલ્હીની મેચ જીતી લીધી. દિલ્હીએ આ મેચ ૬ વિકેટથી જીત્યું. દિલ્હી પાસે ૧૯૫ રનનો લક્ષ્યાંક હતો. જે દિલ્હીએ શિખર ધવનના જબરદસ્ત ૯૨ રનની મદદથી ૧૯ મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો.દિલ્હીને આ સીઝનમાં ૩ મેચમાંથી બીજી જીત મળી છે અને ટીમ ૪ પોઇન્ટ સાથે બીજા સ્થાને આવી છે. તે જ સમયે પંજાબને ૩ મેચોમાં બીજો પરાજય છે અને ખરાબ રન રેટના કારણે ટીમ સાતમા સ્થાને છે.

દિલ્લી કેપિટલ્સની ટીમે અત્યાર સુધી આઈપીએલ ના ૧૪મી સિઝનમાં માત્ર બે જ મેચ રમી છે. જેમાંથી એકમાં જીત અને એકમાં હાર થઈ છે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમે પણ આઈપીએલની આ સિઝનમાં ૧ મેચમાં હાર તો એક મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્લી ચોથા અને પંજાબ ૭માં નંબર પર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution