લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુન 2026 |
2574
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને રવિવારે સવાર થતાં જ એક મોટો આંચકો લાગ્યો છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે રવિવારે યુએસ અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર થઈ શકે છે, પરંતુ બીજી તરફ ઈઝરાયલ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલે દક્ષિણ લેબેનૉન પર ફરીથી તીવ્ર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ નવા સૈન્ય એક્શન બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આટલા તણાવપૂર્ણ માહોલમાં યુએસ-ઈરાન શાંતિ કરાર કેવી રીતે શક્ય બનશે?આ વૈશ્વિક રાજદ્વારી ડ્રામા વચ્ચે ઈરાને પોતાનું વલણ અત્યંત કડક કરી લીધું છે., પ્રસ્તાવિત યુએસ-ઈરાન શાંતિ કરારના ફ્રેમવર્કની પહેલી અને સૌથી અનિવાર્ય શરત એ જ છે કે લેબેનૉન સહિત તમામ મોરચે ઈઝરાયલે પોતાની સૈન્ય કાર્યવાહી અને ગોળાબારૂદનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે.
ઈરાનની આ સ્પષ્ટ શરત હોવા છતાં, ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહ અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આવી સ્થિતિમાં ટ્રમ્પનો ‘સંડે ડીલ’નો દાવો મુશ્કેલીમાં મૂકાઈ છે, કારણ કે જ્યાં સુધી ઈઝરાયલ પાછળ નહીં હટે ત્યાં સુધી ઈરાન કોઈપણ દસ્તાવેજ પર સહી કરવા તૈયાર નથી.