લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026 |
2376
અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક અને વિવાદાસ્પદ શાંતિ કરાર થયો. ત્યારબાદથી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેનો સૌથી મોટો ચહેરો બનીને ઉભર્યા છે. બીબીસીના અહેવાલ મુજબ, વેન્સ સતત આગળ આવીને આ ર્નિણયનો બચાવ કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગથી લઈને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુ સુધી, વેન્સ આ ડીલનો બચાવ કરવાની સંપૂર્ણ કમાન સંભાળી રહ્યા છે. જ્યારે આ કરારને લઈને ઇઝરાયલ અને અમેરિકી રિપબ્લિકન પાર્ટીની અંદરથી જ તીવ્ર ટીકા શરૂ થઈ, ત્યારે વેન્સે ખૂબ જ કડક શબ્દોમાં જવાબ આપ્યો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટરે તેમને પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમને અમેરિકા-ઈરાન કરાર માટે ‘બલિનો બકરો’ બનાવી દીધા છે. આના પર વેન્સે કહ્યું કે તેમને લાગે છે કે ટ્રમ્પ મજાક કરી રહ્યા હતા.
એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે જાે આ કરાર નિષ્ફળ જાય તો તેઓ તેનો દોષ વેન્સ પર ઢોળી શકે છે. તાજેતરના મહિનાઓમાં તેમણે ઘણી વખત આવા નિવેદનો આપ્યા છે. રિપોર્ટ અનુસાર, જાે ઈરાન સાથે થયેલો કરાર સફળ થાય છે, તો તેઓ ૨૦૨૮ માં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીના સૌથી મોટા દાવેદાર બની શકે છે.