ખોડિયાર જયંતીએ માટેલ ધામધુમ ર્પુવક ઉજવણી, દર્શન કરી ભાવિકો ભાવવિભોર થયા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયારના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે અને તેઓની મનોકામના પૂર્ણ થતા ભક્તિભાવ સાથે માતાજીની સ્તુતિ કરે છે જેમાં આજે માં ખોડીયારનો જન્મદિવસ છે.

ભક્તોએ પણ માટેલ ધામ ખાતે મોડી રાત્રીના જઈને દર્શન કરી કેક કાપી છે. આજે માં ખોડીયારના જન્મદિવસ પર માટેલ ધામથી લઈને તેના જન્મ સુધીની વાત કરીએ તો મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકામાં માટેલ ગામ આવેલું છે જ્યાં માં ખોડિયાર સહિત આવળ ,બીજબાઈ અને સહિતના ત્રણ બહેનોનાં બેસણા છે આ સિવાય જાેગર,તોગર,ગોલાઈ, સોસાઈ લોકવાયકા પ્રમાણે મા ખોડિયાર ભાવનગરના રાજપરા ગામેથી માટેલ ધામ ૭૫૦ વર્ષ પહેલાં પધાર્યા હતાં તેમજ મા ખોડિયારનું સાચુનામ જાનબાઈ હતું અને તેઓ ભાવનગર જીલ્લાના વલભીપુર પાસેના રોહિશાળાના મૂળ વતની હતા. ખોડિયાર માતાજીના માતાનું નામ દેવલબા અને પિતાનું નામ મોમણિયા ચારણ હતું. મામણિયા ચારણ એ શિવભક્તિ કરી અને વાજીયા મેણું ભાગવા માટે ઉપાસના કરી જેમાં ભગવાન શિવે પ્રસન્ન થઈ મામણિયા ચારણને પાતાળ લોકની નગદેવતાની સાત પુત્રી અને એક પુત્ર જન્મ લેશે તેવું વરદાન આપ્યું અને દેવલબા મહા સુદ આઠમના દિવસે આઠ પારણા મુકતા આઠ દીકરી અને એક પુત્રથી ભરાઈ ગયા જેમાં સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સર્પે દંશ આપ્યો હતો. જેમાં સૂર્ય ઉગેએ પહેલાથી પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લઈને આવે તો ભાઈનો જીવ બચી જાય આથી જાંનબાઈ આ અમૃત કુંભ લેવા ગયા અને આવતા આવતા સૂર્ય ડૂબવાનો સમય થઈ ગયો ત્યાં બીજા બહેન આવળમાં બોલ્યા કે જાનબાઈ ખોડાઈ તો નથી ગયાને ત્યાં જાનબાઈ કુંભ લઈને ઘરમાં પ્રવેશતાની સાથે જ જાનબાઈનો પગ ખોડાઈ ગયો ત્યાંથી જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું. મગરની સવારી કરી આવેલા ખોડિયાર માતાજીના અમૃત કુંભથી

યો હતો. મા ખોડિયાર માટેલ ધામે વિશ્વમાંથી કરોડો અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે જ્યાં ચૈત્રી અને આસો નવરાત્રી અને અષાઢીબીજ ધામ ધૂમથી ઉજવાય છે તેમજ માટેલ મંદિરમાં આવેલ ત્રિશુલ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે સાથે જ માટેલ મંદિરમાં આવેલ વરખડી નું વૃક્ષ પણ માં ખોડીયારની પ્રતીતિ કરાવે છે તો માટેલ ગામે આવેલ માટેલિયો ધરો પણ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું અનેરું પ્રતીક સમાન આધુનિક યુગમાં ગણવામા આવે છે. જેમાં આ માટેલિયા ઘરામાં ક્યારેય પાણી ખૂટતું નથી અને તળિયું પણ દેખાતું નથી તેમજ આ જ ધરાનું પાણી આખું માટેલ ગામ પીવે છે જેને ગાળ્યા વિના જ પીવાનું હોય છે જાે ધરાનું પાણી ગાળવામાં આવે તો તેમાં જીવાત થઈ જાય છે લોકવાયકા પ્રમાણે આ માટેલિયા ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે અને સોનાંની નથડી પહેરેલ મહાકાય મગર તેની રક્ષા કરે છે. આ ધરાની લોકવાયકાથી પ્રભાવિત થઈને એક સમયના મુગલ બાદશાહે નવ હજાર નવસો નવ્વાણું કોષ ( પાણી કાઢવાના મશીનો ) મૂકી ધરામાંથી પાણી ઉલેચી નાખ્યું હતું બાદમાં સોનાના મંદિરનું ઉપરનું શીખરનું એક ઈંડુ દેખાતા જ ખોડિયાર માતાજીએ તેના ભાણેજને બોલાવતાનની સાથે જ ભર ઉનાળે પાણી નો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને ધરામાં પાછું છલોછલ પાણી ભરી તમામ કોષ પાણી માં તણાઇ ગયા હતા. માટેલ ધામે ખોડિયાર માતાજીએ અનેક ભાવિ ભક્તોને ડોશીમા બનીને દર્શન આપ્યા ના પરચા હાલ બોલેછે અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો માટેલ ધામે આવ્યા વિના રહેતા નથી માટેલિયા ધરામાં. માતાજીના વાહન મગરના પણ વાર તહેવારે ભાગ્યશાળી ભક્તોને થાય છે સાથે જ એક માનતાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે જેના લીધે લોકો ચાલીને,દંડવત પ્રણામ કરીને જુદી જુદી પ્રકારે માનતાઓ કરવા પણ આવે છે જેથી આજદિન સુધી માટેલ ધામેથી કોઈ ખાલી હાથે પાછું ગયુ નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution