લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026 |
5940
મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોનું ૨ લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ર્નિણયથી રાજ્યના અંદાજે ૫૬ લાખ ખેડૂતોના ૬૫ લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે. માર્ચ ૨૦૨૬ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ યોજના હેઠળ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના બાકી પાક ધિરાણને આવરી લેવાશે. આ લોન માફી યોજનાના કારણે રાજ્ય સરકારની તિજાેરી પર અંદાજે ૩૬,૫૮૫ કરોડ રૂપિયાનો નાણાકીય બોજ આવશે. આ ઉપરાંત, કેબિનેટ બેઠકમાં નિયમિતપણે બેંક લોન ચૂકવતા ખેડૂતો માટે પણ મોટો ર્નિણય લેવાયો છે. પ્રામાણિકતાથી લોન ભરતા આવા ખેડૂતોને પ્રોત્સાહન સ્વરૂપે ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે. ચોમાસા અને ખરીફ સીઝન પહેલાં લેવાયેલો આ ર્નિણય ખેડૂતોને આર્થિક ટેકો આપશે.