લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026 |
1980
વલસાડનાં છીપવાડ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જ્યારે, બીલીમોરામાં દ્વારકાધીશ મંદિરેથી પારંપરિક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અષાઢી બીજે શણગારેલા રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યાં હતાં. રાજમાર્ગો ઉપર રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાને લઈ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. અને સમગ્ર માર્ગો જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યાં હતાં.