/
લુઇસિયાના: લૌરા વાવાઝોડાએ તબાહી મચાવી, 6ના મોત

લુઇસિયાના-

અમેરિકાના લુઇસિયાનામાં લેવલ-૪ના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ર૪૦ કિ.મી. પ્રતિ કલાકના ઝડપે ફુંકાયેલ પવનથી ખાના ખરાબી સર્જાઇ છે. પાંચ લાખથી વધુ લોકોનું અગાઉ સ્થાનાંતર કરવામાં આવ્યું હતું. લુઇસિયામાં એક જગ્યાએ કેમીકલ ફાયર થતા લોકોને ઘરમાં જ રહેવા જણાવાયેલ. જગ્યાએ જગ્યાએ વીજળીના થાંભલા તથા વૃક્ષો ધરાશાયી થયા હતા. જયારે ગગનચૂંબી ઇમારતોના કાચ તૂટી ગયા હતા. આ વાવાઝોડાથી ૬ લોકોના મોત થયાનું લુઇસિયાનાના ગર્વનર એડવર્ડે જણાવેલ. જેમાં ૪ લોકોના વૃક્ષ ઉપરથી પટકાતા, એકનું બોટ ડૂબી જવાથી જયારે એક વ્યકિતના ઘરમાં રહેલ જનરેટરમાંથી ઝેરી ગેસ રિસાવથી મોત થયેલ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution