ઇસ્લામાબાદ-

ગુરુવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં ફરી એક વખત જોરદાર વિરોધ જોવા મળ્યો. હુંજા વિસ્તારના હજારો સ્થાનિક લોકોએ 2011 થી જેલમાં બંધ રાજકીય કાર્યકરોને મુક્ત કરવાની માંગ કરી હતી. આ રાજકીય કાર્યકરોને તોફાનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

આતમી વર્કર્સ પાર્ટીના નેતા બાબા જાન સહિતના અનેક રાજકીય કાર્યકરોને આતંકવાદ વિરોધી અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિ અને તેના બાળકના મોત બાદ પ્રદર્શન કરવાના આરોપ આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ પોલીસ ફાયરિંગ માટે સરકાર પાસેથી વળતરની માંગ કરી હતી.

હકીકતમાં, હંઝા નદીમાં પૂરને કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેઓ વળતર મેળવવા માટે વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો અને એક વ્યક્તિ અને તેના બાળકનું મોત નીપજ્યું હતું. આ બંને લોકો ગોજલ ખીણના રહેવાસી હતા. હત્યા બાદ આ વિસ્તારમાં જોરદાર દેખાવો થયા હતા. પોલીસે દેખાવો રોકવા માટે બાબા જાન અને વિસ્તારના અન્ય ઘણા લોકોને પોલીસે પકડ્યા હતા.

પીઓકે પોલીસે મોટાભાગના લોકોને મુક્ત કર્યા છે, જ્યારે 14 કાર્યકરો હજી જેલમાં છે. તેમના સમર્થકો કહે છે કે આ લોકોને ઘણી આજીવન કેદની સજા આપવામાં આવી છે. તમામ આરોપીઓએ તેમના ઉપર લાગેલા આરોપોને નકારી કાઢ્યા  છે અને આક્ષેપ કર્યો છે કે આ તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવ્યો છે.