કાબૂલ-

અલ-જજિરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફૂટેજ અનુસાર, કાબૂલમાં આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર હવે તાલિબાનોએ કબજો કરી લીધો છે. ફૂટેજમાં તાલિબાનોનું એક મોટો સમૂહ રાષ્ટ્રપતિ ભવનની અંદર જતા જોવા મળી રહ્યો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજાની જાહેરાત પણ રાષ્ટ્રપતિ ભવનથી થાય તેવી શક્યતા છે અને દેશને ફરીથી 'ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન'નું નામ આપવાની શક્યતા છે. તો 20 વર્ષની લાંબી લડાઈ પછી અમેરિકી સેનાના અફઘાનિસ્તાનથી નીકળવાના કેટલાક દિવસની અંદર જ તાલિબાને સમગ્ર દેશ પર કબજો કરી લીધો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો છે. તાલિબાનો એક એક કરીને તમામ જગ્યા પોતાની હેઠળ લઈ લે છે. ત્યારે હવે તાલિબાનોએ કાબૂલમાં આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન  પર પોતાના કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરવામાં આવે તેવી શક્યતા છે. તો અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી પોતાના લોકોને કાઢવાની વચ્ચે કાબૂલમાં અમેરિકી દૂતાવાસથી અમેરિકાનો ઝંડો ઉતારી લેવાયો છે.