21, જુલાઈ 2025
મુંબઈ |
2376 |
કેટલાક વિપક્ષી નેતાઓ, સાંસદો ભાજપાના સંપર્કમાં હોવાનો દાવો
રવિવારે મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે કેટલાક વિપક્ષી નેતાઓ, ખાસ કરીને શિવસેના (UBT) ના સાંસદો ભાજપ સાથે સંપર્કમાં છે. તેમણે ભાજપના સાંસદોની સંખ્યામાં વધારો થવાનો સંકેત આપ્યો હતો. મહાજને કહ્યું હતું કે, 'ભાજપના સાંસદોની સંખ્યા વધી શકે છે. ચાર સાંસદો પહેલાથી જ સંપર્કમાં હતા અને હવે 3 સાંસદો જોડાય તેવી શક્યતા છે. આ સાંસદો અલગ અલગ પક્ષોના છે. તેમાંથી મોટાભાગના શિવસેના UBTના સભ્યો છે.
મંત્રી ગિરીશ મહાજને વધુમાં કહ્યું કે, ભાજપના સાંસદોની સંખ્યા વધશે. પહેલા ચાર સાંસદો અમારા સંપર્કમાં હતા, હવે વધુ ત્રણ સાંસદો જોડાવવા જઈ રહ્યા છે. આ સાંસદો અલગ અલગ પક્ષોના છે, પરંતુ તેમાંથી મોટાભાગના શિવસેના (UBT) ના છે.' મહાજને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે ઠાકરે બ્રાન્ડ હવે મહારાષ્ટ્રમાં તેની ચમક ગુમાવી ચૂકી છે.
સાંસદ સંજય રાઉતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ઠાકરે માત્ર એક બ્રાન્ડ નથી પણ મહારાષ્ટ્ર, મરાઠી લોકો અને હિન્દુ ગૌરવની ઓળખ પણ છે. જેના પર મહાજને કહ્યું કે, ઠાકરે બ્રાન્ડ ઘણા સમય પહેલા તેનું મહત્ત્વ ગુમાવી ચૂકી છે. શિવસેનાના વાસ્તવિક નેતા બાળાસાહેબ ઠાકરે હતા, 2019માં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે બાળાસાહેબના વિચારોનો ત્યાગ કર્યો. તેથી ઠાકરે બ્રાન્ડનું અસ્તિત્વ રહ્યું નથી.