નીટ પરીક્ષામાં ગેરરીતિ-છેતરપિંડીનો પર્દાફાશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026  |   5544

શહેર ક્રાઈમ બ્રાંચે નીટ પેપર લીક મામલામાં રાજસ્થાનથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે ફ્રોડ કરતા આરોપીની પણ બિહારથી ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે કુલ બે રાજસ્થાનથી અને એક બિહારથી એમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા બે આરોપી ટેલિગ્રામ પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા. બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. દેશભરમાં ચાલી રહેલા નીટ પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી નીટના પેપર વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ ટેલિગ્રામ પર નીટના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જાેકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો. વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો હતો, જેની સાયબર ક્રાઈમે બિહારથી ધરપકડ કરી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. ૪૪ વેબસાઇટ અને ૮ ટેલિગ્રામ ચેનલ ચલાવતા હતા. આરોપીઓએ ટેલિગ્રામ મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે રીનીટનું પેપર છે. આરોપીઓએ ચેનલ અને ગ્રુપ ચલાવતા હતા. જેમાં મેસેજ નાખતા હતા. આરોપીઓ મેસેજ નાખે તે બાદ આરોપીઓના જ માણસો ગ્રુપમાં એડવાન્સ પૈસા આપ્યાના સ્ક્રીન શોટ નાખી આભારનો મેસેજ કરતા હતા. જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને વિશ્વાસ આવે. આરોપીના માણસો જ ગ્રુપમાં લખતા હતા કે તમે ગત વર્ષે જે પેપર આપ્યું હતું તેમાંથી ૭૦ થી ૮૦ ટકા પેપર આવ્યું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ મેસેજ જાેઈને ગ્રુપમાં વિશ્વાસ કરીને નીટનું પેપર ખરીદવા આરોપીનો સંપર્ક કર્યો હતો. લગભગ ૧ હજારથી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. આરોપીના બેંક એકાઉન્ટમાંથી ૧.૫૦ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોંધી સુમેર સિંગ મીણા અને આકાશ મીણા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.બંને રાજસ્થાનના રહેવાસી છે. તેના મોબાઈલમાંથી ૮ ટેલિગ્રામ ચેનલ મળી આવી હતી, જે આરોપીઓ જ ચલાવતા હતા. આરોપીઓ પેપર આપવાના બદલે પાસેથી ૧૫ હજારથી ૮૦ હજાર વસુલતા હતા. પૈસા મેળવવા ગેમિંગના બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટમાં એક દિવસમાં પૈસા આવ્યા બાદ એકાઉન્ટ વાપરવાનું બંધ કરી દેતા હતા. આરોપીએ નીટની પરીક્ષાના નામે પૈસા મેળવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ત્રીજા આરોપી નવીન યાદવનો રોલ ૨૧ જૂને લેવાયેલા અને લીક થયેલા નીટ પેપર કેસમાં સંડોવાયેલો છે. નીટની પરીક્ષા કેન્સલ થતા રિફંડની રકમ આરોપીએ બરોબર પોતાના ખાતામાં મેળવી હતી. આ રિફંડની રકમ મેળવવા દ્ગ્છની વેબસાઇટમાં પાસવર્ડ ફોરગેટ કરતો જે બાદ સિક્યુરિટી પ્રશ્નો જે એકદમ સરળ હતા તેના જવાબ આપી આઇડી પાસવર્ડ બદલીને ૧૭૦૦ રૂપિયા પોતાના ખાતામાં મેળવી લેતા હતા. ૧૫૦ વિદ્યાર્થીઓના રિફંડના પૈસા નવીન યાદવે મેળવી લીધા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution