મમતા બેનર્જીએ ભવાનીપુરના પરાજયને હાઇકોર્ટમાં પડકાર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુન 2026  |   2079

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભવાનીપુર વિધાનસભા બેઠક ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા ચૂંટણીના પરિણામને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો છે. મંગળવારે બપોરે મમતા બેનર્જી અચાનક કોલકાતા હાઈકોર્ટ પહોંચી. તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનર્જી પણ હાજર રહ્યા હતા.

અહેવાલો મુજબ મમતા બેનર્જી ચૂંટણી પરિણામ સામે દાખલ કરવામાં આવેલી અરજીના દસ્તાવેજાે પર હસ્તાક્ષર કરવા માટે કોર્ટ પહોંચી હતી. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર જાેવા મળી હતી. આ ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી, જ્યારે મમતા બેનર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણીના અંતિમ પરિણામ મુજબ શુભેન્દુ અધિકારીને ૭૩,૯૧૭ મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને ૫૮,૮૧૨ મત મળ્યા હતા. આ રીતે શુભેન્દુ અધિકારીએ ૧૫,૧૦૪ મતના અંતરથી જીત નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution