લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
5049
ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ૧૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે ૫:૦૭ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હતું. તે સારંગાની પ્રાંતના માસીમ શહેરથી ૩૨ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને ૩૩ કિ.મી.ની ઊંડાઈએ આવ્યો હતો. આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.ભૂકંપ બાદ સુનામી પણ આવી હતી. સૌથી ઊંચી લહેરની ઊંચાઈ ૪.૬ ફૂટ રહી હતી. સુનામીની ચેતવણી થોડા કલાકો પછી પાછી ખેંચી લેવાઇ હતી.