લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026 |
2376
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા એક ભારતીય મુસાફર પાસેથી અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ તરફથી મળેલા ઈનપુટના આધારે અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. ૨૦ અને ૨૧ મે ૨૦૨૬ની મધરાત દરમિયાન બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં આવેલા એક શંકાસ્પદ મુસાફરને એઆઇયુ અને કસ્ટમ્સ વિભાગે અટકાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી છે. તે દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યો હતો. અહીંથી તે ફરી દિલ્હી જવાનો હતો. અધિકારીઓએ મુસાફરના સામાનની સઘન તપાસ કરતાં તેની ટ્રોલી બેગમાંથી ૧૯ વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. દરેક પેકેટમાં લીલા રંગનો સૂકો છોડ જેવા દેખાતો પદાર્થ ભરેલો હતો.પછી કરવામાં આવેલા ટેસ્ટ દરમિયાન આ પદાર્થ ગાંજાે હોવાનું બહાર આવ્યું હતું. કુલ ૨૦.૩૬૬ કિલોગ્રામ ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થળ પર જ સમગ્ર જથ્થો કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ ગાંજાે કયા નેટવર્ક મારફતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મારફતે નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ,ડીઆરઆઇ અને એઆઇયુ સહિતની એજન્સીઓ વધુ સતર્ક બની છે. ગુજરાતમાં નશાના કારોબારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) અને કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને બેંગકોકથી લાવવામાં આવી રહેલો ૨૦ કિલોથી વધુનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંકાઈ રહ્યું છે. ગત તા.૨૦મીની મધ્ય રાત્રિએ અને ૨૧મીની વહેલી પરોઢિયે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટમાં મુસાફર પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી ડ્ઢઇૈં તરફથી આપવામાં આવી હતી. આ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટલીજન્ટ યુનિટએ ખાસ વોચ રાખીને મુસાફરોના સામાનની ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં એક મુસાફર પાસેની ટ્રોલી બેગમાં લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા ૧૯ સીલબંધ પેકેટ મળી આવ્યા હતાં. આ સામગ્રીના અનુગામી પરીક્ષણમાં તે ગાંજાે હોવાનું ખુલ્યું હતું. જેથી કસ્ટમ્સ વિભાગે દ્ગડ્ઢઁજી એક્ટ, ૧૯૮૫ ની જાેગવાઈઓ હેઠળ કુલ ૨૦.૩૬૬ કિલો (કિંમત ૨૦ કરોડથી વધુ) પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.