લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
2079
લખનૌના અલીગંજના પૂર્ણિયા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને થોડીવારમાં જ આખી બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં 15લોકોના મોત થયાના અહેવાલ છે. શરૂઆતના અહેવાલોમાં કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે,ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ હતી અને ઉપરના માળે ગેમિંગ ઝોન આવેલું છે.
આગ લાગ્યા બાદ ઉપરના માળે રહેલા લોકો ગભરાઈ ગયા હતા. લોકો બાથરૂમમાં ફસાયેલા હોવાના અહેવાલો હતા, પરંતુ બચાવ કામગીરી દરમિયાન તમામ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગનો કોલ મળતાં જ ફાયર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોએ પણ બચાવ પ્રયાસોમાં મદદ કરી હતી. આગની તીવ્રતાને જાેતાં ઘણા લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટે છત પરથી કૂદ્યા હતા, તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિશામકોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો. તેમણે વહીવટીતંત્રને સતર્ક રહેવા અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ ઘટના અંગે પૂછપરછ કરી અને રાહત પ્રયાસોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રારંભિક આશંકા વચ્ચે, ૪-૫ લોકો ફસાયેલા હોવાની શક્યતા હોવાના અહેવાલો હતા. ઘટના બાદ વિસ્તારમાં ફેલાયેલી અરાજકતા ઓછી થઈ હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી. ઘટના બાદ ચૌદ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જાેકે, બાળકો અને અન્ય લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી અને તમામ ઘાયલોની સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. જાેકે, કેટલાક લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હોવાને કારણે, મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની કડક નોંધ લઈને ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળની મુલાકાત લઈને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ડીએમ વિશાખ અને એડીસીપી નોર્થ ટ્વિંકલ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોની સીધી દેખરેખ રાખી હતી. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
જીવ બચાવવા લોકોએ છત પરથી છલાંગ લગાવી
આગ લાગતાં જ બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઇમારતમાંથી બહાર નીકળવા માટે લોકો છજ્જા અને અન્ય હિસ્સાઓનો સહારો લેતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી છલાંગ લગાવી દીધી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ડે.સીએમ બ્રજેશ પાઠક બોલતાં-બોલતાં રડી પડ્યા
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ભાવુક થઈ ગયા હતા અને રડતા-રડતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ ગંભીર અને દુ:ખદ છે. બિલ્ડિંગની અંદર હજી પણ ધુમાડો ભરેલો છે. ફાયર બ્રિગેડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ એક-એક રૂમ અને સામાનની તપાસ કરી રહી છે. ભારે ધુમાડાના કારણે બાળકો બહાર નીકળી શક્યા ન હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બહાર નીકળવાનો રસ્તો ન મળતાં ટીમ દીવાલ તોડીને અંદર પહોંચી હતી. અનેક બાળકોને બહાર કાઢીને દ્ભય્સ્ેં ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોચિંગ સૅન્ટર નહીં પરંતુ ગેમિંગ ઝોન હતું
શરૂઆતની માહિતીમાં આ અકસ્માત કોચિંગ સેન્ટર અથવા લાઇબ્રેરીમાં થયો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ઇમારતમાં આવું કંઈ નહોતું. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ આવેલી છે, જ્યારે ઉપરના માળે એક ગેમિંગ ઝોન કાર્યરત હતો. આ ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
સીએમ યોગી આદિત્યનાથે પીડિત પરિવારોની મુલાકાત લીધી લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૧૫ પર પહોંચી ગયો છે, ત્યારે અલીગઢનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક લખનૌ પરત ફરેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીધા કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની તબિયતના સમાચાર પૂછવાની સાથે આ કમકમાટીભર્યા અગ્નિકાંડમાં પોતાના માસૂમ બાળકો અને સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પીડિત પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ તેમજ કડક કાનૂની તપાસની ખાતરી આપી હતી.
વડાપ્રધાને દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને ૨-૨ લાખ અને ઘાયલોને ૫૦ હજારની સહાયની જાહેરાત
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, ‘ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ લાગવાની ઘટનામાં થયેલા મોતના સમાચારથી ખૂબ જ દુ:ખ થયું છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તમામ મદદ પહોંચાડી રહ્યા છે. રાહત ભંડોળમાંથી મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.’
તટસ્થ અને પ્રામાણિક તપાસ થવી જાેઈએ : અખિલેશ યાદવ
લખનઉના કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટના પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગહન સંવેદના વ્યક્ત કરતાં આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવી છે. તેમણે સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ માગ કરી છે કે, દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સારવાર સુનિશ્ચિત કરવામાં આવે. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ આખી ઘટનાની તટસ્થ અને પ્રામાણિક તપાસ થવી જાેઈએ, જેથી સત્ય સામે આવી શકે.