ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર મેસ્સી, વિશ્વ રેકોર્ડ તોડવાથી માત્ર એક ગોલ દૂર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026  |   2277


આખી દુનિયા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ઉત્સાહમાં ડૂબી ગઈ છે. આ વખતે, ૪૮ ટીમો વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે, પરંતુ બધાની નજર ફૂટબોલના ત્રણ સૌથી મોટા સ્ટાર્સ પર છે: મેસ્સી, એમબાપ્પે અને રોનાલ્ડો. દરમિયાન, કેપ્ટન મેસ્સીની હેટ્રિકના કારણે આજેર્ન્ટિનાએ તેમની પહેલી જ મેચમાં આજેર્ન્ટિનાને ૩-૦થી હરાવીને શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. મેસ્સીએ પહેલી જ મેચમાં ત્રણ ગોલ કરીને ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.

ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ૧૩ ગોલ કરવાનો રેકોર્ડ ફક્ત ફ્રાન્સના ફોન્ટેનના નામે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફોન્ટેને એક જ વર્લ્ડ કપમાં બધા ૧૩ ગોલ કર્યા, જે રેકોર્ડ આજે પણ અકબંધ છે. એક જ ફિફા વર્લ્ડ કપમાં ક્યારેય કોઈએ આટલા બધા ગોલ કર્યા નથી. ૧૯૫૮માં સ્વીડનમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં તેમણે ફ્રાન્સ માટે છ મેચમાં ૧૩ ગોલ કર્યા હતા.ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ૧૬ ગોલ કરવાનો રેકોર્ડ ૨૦૧૪ થી જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોઝના નામે હતો. જાેકે, ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં, મેસીએ આજેર્ન્ટિનાની પહેલી જ મેચમાં ગોલ કરીને ક્લોઝના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી. ક્લોઝ અને મેસ્સીના હવે ૧૬-૧૬ ગોલ છે. ક્લોઝે ચાર વર્લ્ડ કપમાં ૨૪ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. દરમિયાન, મેસીએ છ વર્લ્ડ કપમાં ૨૭ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આગામી મેચમાં એક ગોલ સાથે, મેસ્સી વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution