લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2026 |
990
મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ આર્થિક રાજધાની મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદનો કડોકો શરૂ થઈ ગયો છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ થયેલા જાેરદાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત થઈ રહેલા જળભરાવને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતા મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને ટ્રાફિક રિંગતો નજરે પડ્યો હતો. હાલની પૂર જેવી સ્થિતિને જાેતા વહીવટી તંત્ર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે. રાતભર પડેલા ધુઆંધાર વરસાદની સૌથી વધુ અસર મુંબઈના અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા નીચાણવાળા વિસ્તારોમાં જાેવા મળી હતી. બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ભાગને જાેડતા અત્યંત મહત્વપૂર્ણ અંધેરી સબવેમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા આ અંડરપાસને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. આ જ પ્રકારે મલાડ સબવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. મુંબઈને અડીને આવેલા ભિવંડી શહેરમાં તો માત્ર એક જ કલાક પડેલા ભારે વરસાદે ભિવંડી મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી હતી. આખું શહેર જાણે નદીમાં ફેરવાઈ ગયું હતું અને મુખ્ય બજારો તેમજ સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી. ભિવંડીના તીન બત્તી, ભાજી માર્કેટ, નિઝામપુરા, આમપાડા, ખંડુપાડા રોડ અને વંજારપટ્ટી વિસ્તારોમાં સૌથી ખરાબ હાલત જાેવા મળી હતી. રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ જવાથી અનેક વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયાં હતા.
૯ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી
મુંબઈમાં આગામી સપ્તાહે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની ચેતવણી ઉચ્ચારવામા આવી છે. આગામી ૩ થી ૯ જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કરાયો છે. હવામાન વિભાગની અનુમાન છે કે, આખું અઠવાડિયું સાવર્ત્રિક તોફાની વરસાદ પડશે,
કુદરતી પ્રકોપ સામે યુરોપ ઘૂંટણિયે મૃત્યુઆંક ૧૩૦૦થી વધ્યો : શબઘરો ટૂંકા પડ્યા
ઉનાળાની શરૂઆતમાં જ આવેલા રેકોર્ડબ્રેક હીટવેવના કારણે સમગ્ર યુરોપ ઘૂંટણિયે આવી ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ગત ૨૧ જૂનથી અત્યાર સુધીમાં ભારે ગરમીના કારણે ૧,૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને પેરિસમાં શબઘરોમાં જગ્યા ઓછી પડતાં કામચલાઉ રેફ્રિજરેટેડ યુનિટ્સ ઊભા કરવા પડ્યા છે.યુરોપમાં આવેલી આ આપત્તિએ એક મોટી માળખાકીય ખામી ખુલ્લી પાડી દીધી છે. વાસ્તવમાં યુરોપના મોટાભાગના ઘરો, ઓફિસો અને શાળાઓ ઠંડીને રોકવા અને અંદર ગરમી જાળવી રાખવા માટે (ઇન્સ્યુલેટેડ) બનાવવામાં આવ્યા છે. હવે જ્યારે તાપમાન આસમાને પહોંચ્યું છે, ત્યારે આ ઘરો ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. નેશનલ હાઉસિંગ ફેડરેશનના મતે યુકેના ૯૦% ઘરો ઓવરહીટિંગનો ભોગ બનશે. જર્મનીના ડસેલડોર્ફમાં રહેતા ભારતીય મૂળના અભિનવ સેને જણાવ્યું કે, અહીં સાર્વજનિક ટ્રાન્સપોર્ટ અને મોટાભાગના ઘરોમાં એસી નથી. ગરમીથી બચવા લોકોએ આખું અઠવાડિયું વર્ક ફ્રોમ હોમ કર્યું છે. બ્રિટનમાં એસી કંપનીઓનો બિઝનેસ ભલે ચમક્યો હોય, પરંતુ વીજળીના મોંઘા બિલના કારણે સામાન્ય યુરોપિયનો એસી ખરીદતા ખચકાઈ રહ્યા છે.