આસો નવરાત્રિમાં માતાનું મઢ મંદિર ભાવિકો માટે બંધ રહેશે, નવરાત્રિ ઘટ સ્થાપન સહિતની પુજા કરાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, સપ્ટેમ્બર 2020  |   7623

વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને પગલે કચ્છના માતાના મઢ ખાતે મા આશાપુરાનું મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત આસો નોરતા દરમિયાન ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે મંદિરમાં નવરાત્રિ ઘટ સ્થાપન સહિતની પુજા કરાશે. જેમાં ભાવિકો ઉપસ્થિત રહી શકશે. આ અંગે ગત રાત્રે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

દયાપર ખાતે ડેપ્યુટી કલેક્ટ પ્રવીણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી આસો નવરાત્રીના સમયગાળા 13 થી 25 ઓક્ટોબર દરમિયાન મંદિર સામાન્ય યાત્રિકો માટે આ સમયગાળા દરમિયાન બંધ રાખવા આદેશ કરાયો છે઼. મંદિરમાં પુજા સાથે સંકળાયેલા પુજારી પરિવાર નિત્ય પુજન કરી શકશે઼. ઘટ: સ્થાપન અને હવન સહિતની નવરાત્રી દરમિયાન થતી પારંપારિક વિધી મંદિરમાં થઈ શકશે઼.મંદિરમાં લાઈવ દર્શન સવારે 5 થી 13 અને બપોરે 15 થી 21 કલાક સુધી www.matanamadh.org ઉપર ઓનલાઇન કરા શકાશે. નવરાત્રી દરમિયાન માતાના મઢના સ્થાનકે 5 થી 7 લાખ જેટલા ભાવિકો આસ્થાથી શિશ ઝુકાવે છે. જેથી આ વર્ષે કોરોનાની સ્થિતિમાં તંત્ર દ્વારા નિયંત્રણાત્મક પગલા લેવાયા છે઼. પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો અને પદયાત્રા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે઼. નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ ફરીયાદ દાખલ કરાશે. જેના માટે પોલીસ મથકોના હેડ કોન્સટેબલ કે તેથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરાયા છે.

આથી અગાઉ નાયબ કલેક્ટર જેતાવત દ્રારા માતાના મઢ ખાતે એક બેઠક માતાના મઢ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજીભાઈ જાડેજા, માતાના મઢ સરપંચ સુરુભા જાડેજા અને પોલીસ તંત્રના અધિકારી સાથે યોજાઈ હતી઼ કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ ખાતે આવેલા આશાપુરા માતાજીનું સ્થાનક કચ્છીઓની આસ્થાનું પ્રતિક છે. દર વરસે નવરાત્રી દરમિયાન કચ્છ, મુંબઈ તથા દેશના વિવિધ ભાગોમાંથી પદયાત્રા, સાયકલ કે અન્ય યાત્રીકોનો લાખોની સંખ્યામાં પ્રવાહ માતાના મઢ તરફ વહેતા મેળા જેવો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે મંદિરમાં સુનકાર માહોલ જોવા મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution