નતાશાએ હાર્દિક પંડ્યાનો ફોટો શેર કરી લખ્યું, ‘તમે મને પૂરી કરો છો’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુલાઈ 2020  |   4257

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં બાપ બનવાનો છે. હાલ તે મંગેતર નતાશા સ્ટાનકોવિક સાથે ક્વોલિટી ટાઈમ વીતાવી રહ્યો છે. હાર્દિક અને તેની મંગેતર નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, તમે મને પૂરી કરો છો જ્રહાર્દિક પંડ્યા. આ કેપ્શનમાં તેણે હાર્ટની ઇમોજી પણ લગાવી છે. થોડા દિવસો પહેલા હાર્દિકે નતાશા સાથે પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરમાં સોફા પર બેઠેલા હાર્દિકના ખોળામાં નતાશા માથું રાખીને આરામ કરી રહી હતી. આ ઉપરાંત પંડ્યાના પેટ ડાૅગ્સ પણ સાથે હતા. લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે તે બાપ બનવાનો છે. હાર્દિકે નતાશા ગર્ભવતી જાહેરાત કરી હતી. બંનેએ તેમના બાળકના સ્વાગતની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હાર્દિક અને નતાશાએ કહ્યું હતું કે, અમે બાળકને લઈ ઉત્સાહિત છીએ. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચાલુ વર્ષની ૧ જાન્યુઆરીએ નતાશા સાથે સગાઈની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution