રાજ્યસભામાં વધ્યો એનડીએનો દબદબો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુન 2026  |   1188


દેશના રાજકારણ અને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદોએ શપથ લીધાની સાથે જ ગૃહનું આખું ગણિત બદલાઈ ગયું છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનનું પલ્લું રાજ્યસભામાં પહેલાં કરતાં ઘણું વધારે મજબૂત થઈ ગયું છે. આ ફેરબદલને કારણે મોદી સરકાર માટે રાજ્યસભામાં બે-તૃતીયાંશ (૨/૩) બહુમતી મેળવવાની એક સુવર્ણ તક ઊભી થઈ છે. 

જાે સરકાર આગામી સમયમાં લોકસભાની બેઠકો વધારવા અથવા આગામી સામાન્ય ચૂંટણીથી મહિલાઓ માટે ૩૩% અનામત બેઠકો લાગુ કરવા જેવા મોટા બંધારણીય સુધારાના બિલ પસાર કરાવવા માંગતી હશે, તો રાજ્યસભાનું આ નવું સમીકરણ સરકાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.વર્તમાન સમયમાં ૨૪૨ સભ્યોની સંખ્યા ધરાવતી રાજ્યસભામાં એનડીએના પોતાના સાંસદોની સંખ્યા વધીને ૧૪૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, સરકારને ૧૦ નોમિનેટેડ અને અપક્ષ સાંસદોના સમર્થન પર પણ પૂરો ભરોસો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution