લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, નવેમ્બર 2026 |
2772
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં SC-STઅનામત બેઠકોના રોટેશન મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો અને સ્પષ્ટ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજાેની ખંડપીઠે ચુકાદો આપતા જણાવ્યું છે કે, કોઈપણ મતદાર કે ઉમેદવાર પાસે ચોક્કસ મતક્ષેત્રનેSC-ST માટે આરક્ષિત કરાવવાનો કોઈ બંધારણીય કે કાનૂની અધિકાર નથી. બેઠકોનું રોટેશન કઈ પદ્ધતિથી અને કઈ સમયસીમામાં થશે, તેનો ર્નિણય લેવાનો સંપૂર્ણ અધિકાર સરકારના શિરે રહેલો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ચૂંટણીના સીટોના અનામતની પદ્ધતિ અને રોટેશન નિયમ, ૨૦૨૫ના નિયમ ૧૨ ને પડકારતી અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી છે. અરજદારે દલીલ કરી હતી કે નવા સુધારા મુજબ રોટેશન ચક્ર નવેસરથી શરૂ કરવાથી ઓછી SC-ST વસ્તી ધરાવતા વિસ્તારોને ક્યારેય અનામતનો લાભ મળશે નહીં. જાેકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે ૨૦૨૫ના સુધારા પછીની આગામી ચૂંટણીને રોટેશન માટે પ્રથમ ચૂંટણી ગણવામાં કશું જ ખોટું નથી. જસ્ટિસ જાેયમાલ્ય બાગચીએ અવલોકન કર્યું હતું કે બંધારણ અને નિયમો હેઠળ સ્થાનિક સંસ્થાની કુલ વસ્તીમાં SC-STના પ્રમાણના આધારે બેઠકોનું અનામત નક્કી થાય છે. કાયદો આરક્ષિત બેઠકોના રોટેશનની જાેગવાઈ જરૂર કરે છે, પરંતુ તેની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવો એ સંપૂર્ણપણે સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. સર્વોચ્ચ અદાલતે ઉમેર્યું હતું કે નિયમ ૧૨ અનામત કે રોટેશનના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ નથી.