લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
2079
અમદાવાદમાં વધતા ઝ્રદ્ગય્ના ભાવને પગલે રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં રિક્ષા ભાડામાં વધારો કરવા અંગે ર્નિણય લેવામાં આવ્યો છે.હવે રિક્ષાનું મિનિમમ ભાડું ૨૦ રૂપિયાથી વધારીને ૨૫ રૂપિયા કરવામાં આવ્યું છે. અગાઉ પ્રતિ કિલોમીટરે ૧૫ રૂપિયા લેવામાં આવતા હતા જેમાં પણ ૫ રૂપિયાનો વધારો કરીને હવે ૨૦ રૂપિયા લેવામાં આવશે. અંદાજે ત્રણ વર્ષ પછી રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી મળી છે.છેલ્લા બે મહિનામાં ઝ્રદ્ગય્ના ભાવમાં ૬ રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે ઝ્રદ્ગય્ના ભાવ ૮૮ રૂપિયાથી વધુ થયા છે. આ વધારા બાદ રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી હતી, કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. અનેક વખત રિક્ષા ચાલકોએ વાહન વ્યવહાર કમિશનરને ભાડામાં વધારો કરવા રજૂઆત કરી હતી.ભાડામાં વધારો કરવાની માંગણી સાથે રિક્ષા ચાલક એકતા યુનિયને રિક્ષા ચાલકોને વધારા સાથેનું ભાડું વસૂલવાની છૂટ આપી હતી.
યુનિયને સરકારને રજુઆત કરી હતી કે એક કિલોમીટરના ભાડા ૨૦ રૂપિયા અને મિનિમમ ભાડું ૫૦ રૂપિયા સુધી કરવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિત વિવિધ સંગઠનો અને નિષ્ણાંતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ ઇ્ર્ં અધિકારી, રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશનના પ્રમુખ અને સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના પ્રમુખે હાજરી આપી હતી. બેઠકમાં સર્વસંમતિથી ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
યુનિયને રજૂ કરેલી બે માંગણીઓમાંથી માત્ર એક જ માંગણી સ્વીકારવામાં આવી છે, જેમાં મિનિમમ ભાડું ૨૫ રૂપિયા અને પ્રતિ કિલોમીટરે ૨૦ રૂપિયા વસૂલવાની છૂટ આપવામાં આવી છે. ભાડામાં વધારો રિક્ષા ચાલકોની જરૂરીયાત હતી યુનિયનના પ્રતિનિધિએ જણાવ્યું હતું.આ ર્નિણયથી રિક્ષા ચાલકોને વધતા ઈંધણ ખર્ચ સામે રાહત મળશે. આગામી સમયમાં સરકાર દ્વારા મિનિમમ ભાડું ૫૦ રૂપિયા કરવાની માંગણી અંગે પણ વિચારણા કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ભાવવધારો અમને માન્ય: રિક્ષાચાલક એસોસિએશન
રીક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ રાજશિલકે જણાવ્યું હતું કે અમારા દ્વારા ૩૦ રૂપિયા સુધીની માંગ કરવામાં આવી હતી પરંતુ હાલ જે પ્રમાણે મોંઘવારી અને યુદ્ધની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને પાંચ રૂપિયાનો વધારો જે અમને આપ્યો છે તે અમે માન્ય રાખ્યો છે. આગામી સમયમાં સત્તાવાર નોટિફિકેશન જાહેર થશે ત્યારબાદ અમારા દ્વારા આ વધારો લેવામાં આવશે પરંતુ હાલ તો આ બેઠકની અંદર ૨૫ રૂપિયા ભાડું કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જેને લઈને રીક્ષા ચાલકોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છેલ્લા ચાર વર્ષથી કોઈ પણ પ્રકારનો ઉભાડા નો વધારો કરવામાં આવ્યો ન હતો.
રિક્ષા ભાડામાં વધારો, મિનિમમ ભાડું ૨૫ રૂપિયા
રિક્ષા ચાલકોની રજૂઆત અને વધતા સીએનજી ભાવને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રિક્ષા ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એક કિલોમીટર દીઠ ૧૫ રૂપિયા ભાડું લેવાતું હતું, જેમાં હવે પાંચ રૂપિયાનો વધારો કરીને ૨૦ રૂપિયા સુધી ભાડું વસૂલવાની છૂટ આપવામાં આવી છે.રિક્ષા ચાલકો તરફથી મિનિમમ ભાડું ૫૦ રૂપિયા કરવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હાલ મિનિમમ ભાડું ૨૦ રૂપિયા હતું તેને વધારીને ૨૫ રૂપિયા સુધી લેવાની મંજૂરી આપવામાં આવી છે.