લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, નવેમ્બર 2026 |
2871
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચીનના શેનઝેન શહેરમાં ત્રણેય નેતાઓએ એકસાથે ત્રિપક્ષીય બેઠક કરી હતી. બેઠકમાં સૌપ્રથમ પરમાણુ હથિયારોના જાેખમો અંગે ચર્ચા થઈ. જિનપિંગે પરમાણુ હથિયારોને માનવતાના માથા પર લટકતી તલવાર ગણાવી. તેમણે કહ્યું કે તેમને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવા જાેઈએ. પુતિને કહ્યું કે રશિયા, ચીન અને અમેરિકા ત્રણેયે બીજા વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યો હતો. તેથી દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની જવાબદારી પણ આ ત્રણેય દેશોની છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ વાતથી ખૂબ ખુશ છે કે ત્રણેય દેશો વચ્ચે પહેલી વાર ત્રિપક્ષીય બેઠક થઈ રહી છે. આ ઇતિહાસ રચવા જેવું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને અમેરિકી ખેડૂતોના હિતમાં વધુ સોયાબીન ખરીદવાની અપીલ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ચીનમાં કૃષિ ઉત્પાદનોની માગ ઘણી વધારે છે અને તેણે અમેરિકાના ખેડૂતો પાસેથી વધુ ખરીદી કરવી જાેઈએ. ટ્રમ્પે જિનપિંગને ખાસ મિત્ર ગણાવ્યા હતા.