/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઓઇલ ઇન્ડિયાનો ચોથો ત્રિમાસિક ચોખ્ખો નફો 8 ટકા ઘટીને રૂ.847.56 કરોડ

ન્યૂ દિલ્હી

દેશની બીજી સૌથી મોટી તેલ અને ગેસ સંશોધન કંપની ઓઇલ ઇન્ડિયા લિ. (ઓઆઈએલ) ચોખ્ખો નફો માર્ચમાં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે કંપનીનો નફો પણ નીચે આવી ગયો છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાછલા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. ૮૪૭.૫૬ કરોડ અથવા શેર દીઠ રૂ. ૭.૮૨ થઈ ગયો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૯૨૫.૬૫ કરોડ અથવા શેર દીઠ રૂ. ૮.૫૪ રહ્યો છે.

કંપનીને ક્વાર્ટર દરમિયાન ક્રૂડ તેલના બેરલ દીઠ ૫૯.૮૦ ડોલર પ્રાપ્ત થયા છે, જે એક વર્ષ અગાઉ ૫.૧૮ ડોલર હતું. જોકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ક્રૂડ ઓઇલ ઉત્પાદન ૫.૨૮ ટકા ઘટીને ૭.૨ લાખ ટન થયું છે. ગેસનું ઉત્પાદન જોકે ૦.૬૪૯ અબજ ઘનમીટર સ્થિર રહ્યું છે. કંપનીનું ટર્નઓવર ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ. ૩,૯૦૯.૬૧ કરોડ થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૩,૫૮૩.૭૨ કરોડ હતું. ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને લીધે ૨૦૨૦-૨૧ કંપનીનો ચોખ્ખો નફો ઘટીને રૂ. ૧,૭૪૧.૫૯ કરોડ રહ્યો જે ગત નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં ૨,૫૮૪.૦૬ કરોડ હતો.

સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ક્રૂડ પર સરેરાશ અનુભૂતિ બેરલ દીઠ ૪૩.૯૮ ડોલર રહી છે, જે ગત વર્ષ ૨૦૧૯-૨૦ માં બેરલ દીઠ ૬૦.૭૫ ડોલરની સરખામણીએ ૨૭.૬૧ ટકા ઘટી છે. એ જ રીતે કુદરતી ગેસ પર સરેરાશ ઉપજ ૧.૩૭ ડોલર ઘટીને ૨.૦૯ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ્‌સ (એમબીટીયુ) સુધી પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ક્રૂડતેલનું ઉત્પાદન ૫.૪૨ ટકા ઘટી ૨૯.૬૪ લાખ ટન થયું હતું, જે ૨૦૧૯-૨૦માં ૩૧.૩૪ લાખ ટન હતું. કુદરતી ગેસનું ઉત્પાદન પણ ૫.૬૮ ટકા ઘટીને ૨૬૪૨ મિલિયન ક્યુબિક મીટર રહ્યું છે. 

ઓઇલ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટરએ ૨૦૨૦-૨૧ માટે શેર દીઠ ૧.૫૦ રૂપિયાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં કંપનીએ શેર દીઠ રૂ. ૩.૫૦ નો વચગાળાનો ડિવિડન્ડ ચૂકવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution