છત્તીસગઢમાં IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
18, ઓગ્સ્ટ 2025 બીજાપુર   |   1386   |  

IED નક્સલવાદીઓએ પ્લાન્ટ કરી હ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ IED નક્સલવાદીઓએ પ્લાન્ટ કરી હતી, આ વિસ્ફોટ આજે સવારે ઇન્દ્રાવતી નેશનલ પાર્ક પાસે થયો હતો.
અધિકારીએ જણાવ્યું કે DRG અને રાજ્ય પોલીસની ટીમે રવિવારે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ રસ્તામાં IED પ્લાન્ટ કર્યું હતું. જ્યારે સુરક્ષા દળોની ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં DRG જવાન દિનેશ નાગ શહીદ થયા છે, તેમજ અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
શહીદ જવાન દિનેશ નાગનો પાર્થિવ દેહ બીજાપુર જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ જવાનો ભરત ધીર, પાયકૂ હેમલા અને મુંદરુ કવાસીને પણ જિલ્લા મુખ્યાલય લાવવામાં આવ્યા છે. આ ત્રણેય ઘાયલોને સેનાના હેલિકોપ્ટર દ્વારા રાયપુર વધુ સારવાર અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution