સામાન્ય કારમાલિક પોતે માઇલેજ માપી શકતો નથી : ગડકરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2026  |   1980

દેશમાં ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું નિવેદન ફરી વિવાદનું કેન્દ્ર બન્યું છે. તેમણે કહ્યું છે કે સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે જાતે માપી શકતો નથી. વાહનનું વાસ્તવિક માઇલેજ જાણવા માટે કંપની દ્વારા અધિકૃત ડીલર પાસે ઉપલબ્ધ ટેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો જાેઈએ. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા બાદ તેમની કારનું માઇલેજ ઘટ્યું છે. તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે સામાન્ય રીતે લોકો જે રીતે ફ્યુઅલ ભરાવીને કિલોમીટર ગણતા હોય છે, તે વૈજ્ઞાનિક પદ્ધતિ નથી. તેમના જણાવ્યા અનુસાર, વાહનનું સાચું માઇલેજ જાણવા માટે નિયંત્રિત પરિસ્થિતિમાં ખાસ ટેસ્ટિંગ સાધનોની જરૂર પડે છે, જે માત્ર અધિકૃત સર્વિસ સેન્ટર અથવા ડીલર પાસે ઉપલબ્ધ હોય છે.ઈ૨૦ પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ અને ૮૦ ટકા પેટ્રોલનું મિશ્રણ. કેન્દ્ર સરકારનો હેતુ ક્રૂડ ઓઈલની આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, પ્રદૂષણ ઓછું કરવાનો અને શેરડી આધારિત ઇથેનોલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. 


ઇથેનોલ સંબંધિત નીતિ અંગે ભ્રમ ફેલાવવાના આરોપમાં ચાર સામે કેસ 

નાગપુરમાં સાયબર પોલીસે ચાર સોશિયલ મીડિયા પ્રભાવકો સામે કેસ દાખલ કર્યો છે. નાગપુર સાયબર પોલીસે બિહાર સહિત દેશના ચાર સોશિયલ મીડિયા પ્રભાવકો સામે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઇથેનોલ સંબંધિત નિવેદન અને નીતિ અંગે સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. નાગપુર ભાજપ સોશિયલ મીડિયા સેલની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઇ હતી.




કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઈ૨૦ પેટ્રોલના ભાવ ઘટાડવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈ૨૦ ઇંધણના ભાવ ઘટાડવા વિનંતી કરી દલીલ કરી હતી કે તેના ઓછા માઇલેજને કારણે તેની કિંમત પણ ઘટાડવી જાેઈએ. કેજરીવાલે વડા પ્રધાન સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, “મેં વડા પ્રધાન મોદીને ઈ૨૦ પેટ્રોલના ભાવ ઘટાડવા વિનંતી કરી છે કારણ કે તેનું ઓછું માઇલેજ એટલે કે તેની કિંમત પણ ઘટાડવી જાેઈએ. હું દરેકને કહેવા માંગુ છું કે જેઓ આ બધાથી નાખુશ છે તેઓ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે કારણ કે આ સરકાર આટલી સરળતાથી અમારી વાત સાંભળશે નહીં.”

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution