‘પાકિસ્તાની આર્મી ગો બેક, હમ છીન કર લેંગે આઝાદી, યે દહેશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026  |   3960

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલી હિંસક સૈન્ય કાર્યવાહી અને દમનકારી નીતિઓ સામે હવે વૈશ્વિક સ્તરે વિરોધ શરૂ થઈ ગયો છે. બ્રિટનમાં રહેતા કાશ્મીરી સમુદાયના લોકો અને માનવાધિકાર કાર્યકરોએ લંડન સહિતના વિવિધ શહેરોમાં પાકિસ્તાનના રાજદ્વારી મિશનો બહાર એકત્રિત થઈને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સેંકડો પ્રદર્શનકારીઓએ પાક સરકાર અને આર્મી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનની સડકો પાકિસ્તાન વિરોધી નારાઓથી ગુંજી ઉઠી હતી. પ્રદર્શનકારીઓએ ‘પાકિસ્તાની આર્મી ગો બેક’, ‘હમ છીન કર લેંગે આઝાદી’, ‘યે જાે દહેશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ’ અને ‘તેરા બાપ ભી દેગા આઝાદી’ જેવા આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ર્ઁદ્ભમાં નિર્દોષ નાગરિકોની હત્યાઓ થઈ રહી છે, મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે અને લોકોનો અવાજ દબાવવા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. લંડન ઉપરાંત બ્રિટનના અન્ય અગ્રણી શહેરોમાં પણ પાકિસ્તાની દૂતાવાસોની બહાર આવા જ પ્રદર્શનો યોજાયા હતા. પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાય અને વૈશ્વિક સંસ્થાઓને પીઓકેની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપવા અને માનવાધિકાર ઉલ્લંઘનની સ્વતંત્ર તપાસ કરાવવા અપીલ કરી છે. તાજેતરમાં જ પીઓકેમાં સક્રિય સંગઠન ‘જાેઇન્ટ અવામી એક્શન કમિટી’પર પ્રતિબંધ મુકાયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution