લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુન 2026 |
2178
દુનિયાના આ અદભુત દેશમાં લોકો ઘરના સભ્યો કે કોઈપણ મિત્રોને જાણ કર્યા વગર જ રાતોરાત ગાયબ થઈ છે, અને બધું જ છોડીને ફરીથી પોતાનું નવું જીવન શરૂ કરે છે. જાણો તેની પાછળનું કારણ અને લોકોને આવું કરવાથી શું મળે છે?
દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ગુમ થઈ જાય છે, ત્યારે પરિવાર પોલીસ સ્ટેશને દોડે છે અને આખું વહીવટીતંત્ર તેને શોધવામાં લાગી જાય છે. પરંતુ વિશ્વના સૌથી આધુનિક અને શિસ્તબદ્ધ દેશોમાં ગણાતા જાપાનમાં (ત્નટ્ઠॅટ્ઠહ) એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે સાંભળીને કોઈના પણ હોશ ઊડી જશે. કલ્પના કરો કે, તમારો પાડોશી, ભાઈ કે પતિ રાત્રે તમારી સાથે વાત કરીને સૂવા માટે ગયો અને સવારે તેનો કોઈ નામોનિશાન ન મળે. ના ફોન, ના મેસેજ, ના કોઈ સુરાગ. જાપાનમાં આ કલ્પના નથી પરંતુ હકીકત છે. અહીં ‘જાેહાત્સુ’ (ર્ત્નરટ્ઠંજે) એટલે કે ‘બાષ્પીભવન’ નામની એક ઘટના દાયકાઓથી ચાલી રહી છે. હજારો લોકો દર વર્ષે જાણીજાેઈને ગાયબ થઈ જાય છે અને સંપૂર્ણપણે નવી જિંદગી શરૂ કરી લે છે.
જાપાનમાં ‘જાેહાત્સુ’ એવા લોકોને કહેવામાં આવે છે જેઓ જાણીજાેઈને ગાયબ થઈ જાય છે. આ લોકો પોલીસમાં ગુમ થયેલ વ્યક્તિ (મિસિંગ પર્સન) તરીકે રિપોર્ટ નથી થતા કારણ કે તેઓ સ્વેચ્છાએ ગાયબ થાય છે. ૧૯૯૦ના દાયકામાં જાપાનની આર્થિક કટોકટી પછી આ ઘટના વધુ વધી ગઈ હતી. દેવું, નોકરીનું દબાણ, પારિવારિક જવાબદારીઓ, અસફળ લગ્ન કે સામાજિક શરમથી બચવા માટે લોકો આ રસ્તો પસંદ કરે છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, જાપાનમાં ખાસ ‘નાઈટ મૂવિંગ‘ કંપનીઓ છે જે આ લોકોને ગાયબ થવામાં મદદ કરે છે. આ એજન્સીઓ રાતના અંધારામાં સામાન શિફ્ટ કરે છે, નવી જગ્યાએ નવું ઘર શોધે છે અને ક્યારેક-ક્યારેક નવી ઓળખ બનાવવામાં પણ સહાયતા કરે છે.
જે વ્યક્તિને ગાયબ થવું હોય તે વ્યક્તિ એજન્સીનો સંપર્ક કરે છે. એજન્સી રાત્રે ચૂપચાપ તેનો સામાન પેક કરીને લઈ જાય છે. તેને નવા શહેરમાં નાનો એપાર્ટમેન્ટ શોધીને વસાવે છે. જૂના સરનામા અને નંબર સાથે સંબંધ તોડવામાં મદદ કરે છે. ઘણીવાર નવો ફોન નંબર અને બેંક એકાઉન્ટ પણ સૂચવે છે. આ કંપનીઓ સંપૂર્ણ ગોપનીયતા જાળવી રાખે છે. પોલીસ પણ ત્યાં સુધી કંઈ કરી શકતી નથી જ્યાં સુધી કોઈ ગુનો ન થયો હોય. જેમની પાછળ પરિવાર છૂટી જાય છે, તેમની જિંદગી સૌથી વધુ પ્રભાવિત થાય છે. માતા-પિતા, પત્ની અને બાળકો વર્ષો સુધી રાહ જાેતા રહે છે. તેમને ખબર નથી હોતી કે, તેમની પ્રિય વ્યક્તિ જીવતી છે કે નહીં. ઘણા પરિવારો પોતે જ શોધખોળ કરતા ફરે છે, પરંતુ જાપાનના કાયદા મુજબ જાે પુખ્ત વયની વ્યક્તિ સ્વેચ્છાએ ગઈ હોય તો પોલીસ લોકેશન જણાવતી નથી. દર વર્ષે જાપાનમાં હજારો લોકો ગાયબ થાય છે.
ભારે દેવું અને નાદારીકામનું અતિશય દબાણપારિવારિક કંકાસ કે લગ્ન સંબંધી સમસ્યાઓસામાજિક અપમાનનો ડરમાનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ૧૯૯૦ના ઇકોનોમિક બબલના ફૂટ્યા પછી આ સંખ્યા ખૂબ વધી ગઈ. આજે પણ યુવાનો અને આધેડ વયના લોકો આ રસ્તો પસંદ કરી રહ્યા છે.