લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2079
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધીના કારણે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો આંચકો આવવાના સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઇએમએફ)ના પૂર્વ ડેપ્યુટી એમડી અને હાર્વર્ડના પ્રોફેસર ગીતા ગોપીનાથે ભારત માટે ‘ત્રિપલ વોર્નિંગ‘ જારી કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ જાે આગામી જૂન મહિના સુધી વધુ ઘેરો બનશે, તો ભારત માટે આર્થિક મોરચે કપરા ચઢાણ સાબિત થશે. ગીતા ગોપીનાથે ચેતવણી આપી છે કે, ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગના ઓઈલ અને ગેસ માટે મિડલ ઈસ્ટ પર ર્નિભર હોવાથી અહીં ભાવ વધારાની જ સમસ્યા સર્જાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ પ્રતિ બેરલ ૧૪૦ ડોલરની સપાટીએ પહોંચી શકે છે, જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઝીંકાશે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ડૉલર સામે રૂપિયો ૯૧ના સ્તરે હતો તે ઘટીને અત્યારે ૯૭ની નજીક છે. જાે કે, તેમણે ઉમેર્યું કે આરબીઆઈએ રૂપિયાના ૧૦૦ ના આંકડાને વટાવવાના મનોવૈજ્ઞાનિક દબાણમાં આવ્યા વગર રોજગાર અને ઉત્પાદન પર ધ્યાન આપવું જાેઈએ. વિશ્વના અન્ય દેશોએ હોર્મુઝ સંકટના કારણે પોતાના દેશમાં ઇંધણના ભાવ ૮૦ ટકા સુધી વધારી દીધા છે, જ્યારે ભારતમાં હજુ આશરે ૪નો જ વધારો ઝીંકાયો છે. તેલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭ થી ૯ પ્રતિ લીટરનો ઝીંકાય તેવા સ્પષ્ટ સંકેતો છે, જાે કે આ વધારો એકસાથે કરવાને બદલે તબક્કાવાર (ધીમે-ધીમે) કરવામાં આવશે. ગીતા ગોપીનાથે સ્પષ્ટ કર્યું છે કે આ વૈશ્વિક સંકટ ભારત સાર્વભૌમ રીતે અટકાવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય જનતા અને મોટી કંપનીઓને બચાવવા માટે થોડી આર્થિક રાહત આપશે તો સરકારની રાજકોષીય ખાધમાં મોટો વધારો નોંધાશે. જાે કે, તેમણે ભારતીય અર્થતંત્રની મજબૂતી પર કહ્યું કે દેશમાં ગંભીર મંદી આવે તેવી કોઈ શક્યતા નથી.
ફ્યૂઅલ આપવાની ના પાડી તો ખેર નથી!
સરકારના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોને ઇંધણ આપવાનો ઇનકાર કરનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઇંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દેખરેખ રખાઈ રહી છે.
ભારતમાં આયાતમાં દરરોજ ૪ લાખ બેરલની ઘટથી ટેન્શન
નિક્કેઈ એશિયાની રિપોર્ટ મુજબ એપ્રિલમાં ભારતની એલપીજી આયાત પ્રતિ દિન ૩.૭૭ લાખ બેરલ હતી, જે ફેબ્રુઆરીમાં ૮.૫ લાખ બેરલ હતી. આ બતાવે છે કે એલપીજીની આયાતમાં ૫૦ ટકા ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો થયો છે. નિક્કેઈ એશિયાએ કેપ્લરના આંકડાના આધારે આ વાત જણાવી છે. ફેબ્રુઆરીમાં હોર્મુઝ ચાલુ હતી. યુદ્ધના કારણે ભારત હાલમાં રાંધણગેસના મોરચે વિપરિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર હાલમાં આપત્તિને અવસરમાં ફેરવવામાં લાગેલી છે. તે રાંધણ ગેસમાં પુરવઠાના ઘટાડાનો લાભ ઉઠાવીને તેને પીએનજી કનેકશન્સમાં પરિવર્તીત કરવા આતુર છે. આના ભાગરૂપે આગામી છ મહિનામાં ૬૦ લાખ પીએનજી જાેડાણ આપવામાં આવનાર છે.