નક્સલવાદની જેમ નશાના દૂષણને જડમૂળથી ડામી દેવા PM આહ્વાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   2277

આશિયાન શિખર સંમેલનમાં ભાગ લઈને મનિલાથી દિલ્હી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રીપરિષદની એક બેઠક યોજાઈ હતી. સાડા ત્રણ કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં દેશમાં વધી રહેલી નશાની સમસ્યા, ગરીબી ઉન્મૂલન, આંતરિક સુરક્ષા અને આર્થિક સુધારાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન યુવા પેઢીમાં વધી રહેલી નશાની લતનો મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ગંભીર અને ભાવુક થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે રુંધાયેલા ગળે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશના યુવાનોને દરેક ભોગે નશાના ખરાબ ચંગુલમાંથી બચાવવા જ પડશે. નક્સલવાદ સામે દેશને મળેલી ઐતિહાસિક સફળતાનું ઉદાહરણ ટાંકીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, જાે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો હોય, તો આ દૂષણરૂપી નશાની સમસ્યાને પણ જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. આ સાથે તેમણે મંત્રીઓ અને વહીવટી અધિકારીઓને સાવચેત કરતા કહ્યું કે નક્સલવાદ વિરુદ્ધ હાંસલ કરેલી ઉપલબ્ધિઓ જળવાઈ રહે અને તે ફરીથી માથું ન ઉંચકે તેની પૂરતી તકેદારી રાખવી અનિવાર્ય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution