મનીલામાં છવાયો પીએમ મોદીનો અનોખો અંદાજ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, નવેમ્બર 2026  |   2376

મનીલા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફિલિપાઇન્સની મુલાકાતની શરૂઆત અત્યંત શાહી અને યાદગાર અંદાજમાં થઈ હતી, જ્યાં તેમના અનોખા પોશાક અને ખાસ સવારીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર દ્વારા મનીલામાં પીએમ મોદીના સન્માનમાં એક ભવ્ય ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદીએ ફિલિપાઇન્સનો પરંપરાગત ઔપચારિક પોશાક બારોંગ ટાગાલોગ ધારણ કર્યો હતો, જે બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક જાેડાણ અને મિત્રતાનું પ્રતીક બની રહ્યો હતો. આટલું જ નહીં, પીએમ મોદી કોઈ લક્ઝરી કારને બદલે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી બેટરી સંચાલિત ઈ-ઓટોરિક્ષામાં સવાર થઈને રાત્રિભોજન સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ માર્કોસ અને ફર્સ્ટ લેડી લુઇસ અરાનેટા-માર્કોસે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution