ગાંધીનગર કૂચ કરી રહેલી ટ્રેક્ટર રેલીને અટકાવતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026  |   5940

અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી ખેડૂત અધિકારો માટે કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી હતી.જેમાં ૨૦થી વધુ ખેડૂત સંગઠનો જાેડાયા હતા. સરકાર સમક્ષ ૫ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી પહોંચી હતી.જ્યાં પોલીસ અને ખેડૂતોએ સામસામે ટકરાવ અનુભવ્યો હતો.પોલીસે રેલીને ગાંધીનગર જવાની મંજૂરી ન આપતાં રસ્તા પર ત્નઝ્રમ્ આડું મૂકી ટ્રેક્ટર રેલી અટકાવી હતી. ખેડૂતોએ પણ ટ્રેક્ટર આડા મૂકી રસ્તા બંધ કરી દીધા, જેના કારણે ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ વાહન વ્યવહાર માટે થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો. આ ઘટનામાં ખેડૂતો બે ભાગે વિભાજીત થઈ ગયા હતા. એક જૂથ ટ્રેક્ટરથી આગળ ન જઈ શકતાં પગપાળા ગાંધીનગર તરફ નીકળી પડ્યું હતું, જ્યારે અન્ય ખેડૂતોએ સભા સ્થળે જવાનું પસંદ કર્યું હતું. સભા દરમિયાન અમિત ચાવડા સભા કર્યા વિના જ નીકળી ગયા હતા. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિ સાથે બીજા કોઈએ આવવું હોય તો રસ્તા રોકવા માટે આવી જાય. ૧૨માં દિવસે સરકાર નહીં માને તો તેમનું બારમું કરી નાખીશું.આ ઘટનામાં કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી ન મળતાં ખેડૂતોમાં અસંતોષ જાેવા મળ્યો હતો. પોલીસ અને ખેડૂત વચ્ચેના ઘર્ષણને પગલે રિંગ રોડ પર ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. હવે ૩૦ તારીખે રાજ્યના દરેક જિલ્લામાં ચક્કાજામની ચીમકી ઉચ્ચારાતા સરકારની પ્રતિસાદી કાર્યવાહી પર સૌની નજર છે.

ખેડૂતોને અમદાવાદ રવાના કરાયા

ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં આવેલા ખેડૂતોને ગાંધીનગરમાં પ્રવેશ કરતા પહેલા જ અમદાવાદ તરફ રવાના કરી દેવામાં આવ્યા હતા. આ તમામ ખેડૂતો ટ્રેક્ટર મારફતે સભાસ્થળે પહોંચ્યા હતા.પોલીસ દ્વારા સભાસ્થળથી ગાંધીનગર તરફ ખેડૂતો આગળ વધે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ખેડૂતોના આગે કૂચને નિયંત્રિત કરવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. ત્યાં આગળ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષની ઘટનાઓ પણ જાેવા મળી હતી. કેટલાક ખેડૂતો સભાસ્થળ પર પહોંચ્યા બાદ પણ આગળ વધવાનો પ્રયાસ કરતા, પોલીસે તેમને અટકાવ્યા હતા.ખાસ કરીને, ચિલોડાના ખેડૂતોને ગાંધીનગરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેમને સીધા અમદાવાદ તરફ દોરી દેવામાં આવ્યા હતા. આ સમયે ખેડૂતો ટ્રેક્ટર પર સવાર હતા અને તેમના વિરોધને લઇને સભાસ્થળે એકઠા થયા હતા. પોલીસના પગલાંને કારણે, સભાસ્થળથી ગાંધીનગર તરફ ખેડૂતોની આગે કૂચ અટકાવી દેવામાં આવી હતી.

 કોંગ્રેસ પર આરોપ: અમારે કોઈ આંદોલન હાઈજેક કરવાની જરૂરત નથી: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં વીજલાઈનો નાખવામાં આવી રહી છે. જે મુદ્દે અમે જેતપુર ગામે ગયા હતા અને ત્યાં ખેડૂતોની માંગ હતી કે અમે ટ્રેક્ટર રેલીમાં જાેડાઈએ અને અમે પણ કહ્યું કે ખેડૂતનો મુદ્દો અને ખેડૂતનું કામ હોય તો અમે પણ જાેડાઈશું અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ પણ જાેડાશે. પણ જ્યારે ખેડૂતના નામે અમુક લોકો અને અમુક પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે રાજકારણ કરે અને નિવેદનો કરે ત્યારે દુ:ખ થાય છે. તો આજે હું આ રેલીમાં નથી જાેડાઈ શકતો એનું મને દુ:ખ છે અને હું માફી ચાહું છું પરંતુ આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં ચોક્કસ જાેડાશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution