પોલીસે બે સ્નેચર્સની ધરપકડ કરીને ચેઈન સ્નેચિંગના ૬ મોટા ગુનાઓનો ભેદ ઉકેલ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુન 2026  |   2970

લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ઝોન-૧) એ વહેલી સવારે મંદિર કે દેરાસરમાં દર્શન કરીને પાછા ફરતા લોકોને લૂંટતી એક રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી છે. બે સ્નેચર્સની ધરપકડ સાથે ચેઈન સ્નેચિંગના ૬ મોટા બનાવોનો ભેદ ઉકેલાયો છે, જ્યારે ચોરાયેલ સોનું ખરીદનાર એક ફરાર મહિલાની શોધખોળ હાલ ચાલી રહી છે. આઠમી મે ૨૦૨૬ના રોજ સવારે મીઠાખળી જૈન દેરાસરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક મહિલાને વૈદેહી એપાર્ટમેન્ટ નજીક બાઇક સવાર બે બદમાશોએ આંતરી હતી. બાઇક પાછળ બેઠેલા શખસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી અને બંને ફરાર થઈ ગયા હતા. શહેરમાં વહેલી સવારે વધતા સ્નેચિંગના બનાવોને ગંભીરતાથી લઈને ન્ઝ્રમ્ ઝોન-૧ની ટીમે આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોના ૫૦૦થી વધુ સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ પરથી કડી મળી હતી કે સ્નેચિંગ કર્યા બાદ શંકાસ્પદો પાલડી અને નારાયણ નગર વિસ્તાર તરફ ભાગી રહ્યા છે. પોલીસ ટીમે આ વિસ્તારમાં આશરે ૧૦ દિવસ સુધી સતત વોચ ગોઠવી, દેખરેખ રાખી હતી. આખરે ચોક્કસ બાતમી મળતા જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ૪૪ વર્ષીય પંકજ શંકરલાલ પરમાર જે મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે અને ઉદયપુર ૩૮ વર્ષીય લક્ષ્મણસિંહ ચૌહાણ તરીકે થઈ છે. નાના ચિલોડાની રહેવાસી આશાબહેન ઠક્કરને પણ વોન્ટેડ આરોપી જાહેર કરી છે. આ મહિલા પર આરોપ છે કે તે આ લૂંટારુઓ પાસેથી ચોરીના સોનાના દાગીના સસ્તા ભાવે ખરીદતી હતી. પોલીસ હાલ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution