લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
3168
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ અત્યંત વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગીના આદેશ પર ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પ્રારંભિક અહેવાલ બાદ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા છે. આ અગાઉ પોલીસ આરોપીઓ પાસેથી ૮૦ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ રિકવર કરી ચૂકી છે, રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક સુમિત શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલીસ ટીમોએ રામધામ સ્થિત સ્વર્ગદ્વાર મહોલ્લામાં રહેતા અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના ખૂબ નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, કૌશલપુરીના અનુકલ્પ મિશ્રા અને રુદૌલીના લવકુશ મિશ્રા સહિત તમામ આરોપીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના પરિવારજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરીને માહિતી એકત્ર કરી છે. પોલીસ હવે તપાસ કરી રહ્યું છે કે મંદિરમાં નોટો ગણવાની કામગીરીમાં જાેડાયા પહેલા આ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી અને હાલ તેમની પાસે કેટલી સંપત્તિ છે.