ખાસ અદાલતોમાંથી ચેક બાઉન્સના ખાનગી કેસો રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર : સીજેએમનો ર્નિણય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   1980

સિટીની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (ચેક બાઉન્સ)ની સ્પેશિયલ કોર્ટાેમાં કેસોના અસાધારણ ભરાવા અને લાંબી પેન્ડન્સીનો ઉકેલ લાવવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાળિયા દ્વારા એક મહત્વપૂર્ણ અને વહીવટી ફેરફાર કરતો ઓફિસ ઓર્ડર જાહેર કરાયો છે. ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી ચેક બાઉન્સના તમામ ખાનગી કેસો (પ્રાઇવેટ કમ્પ્લેઇન્ટ્સ) સ્પેશિયલ કોર્ટમાંથી પાછા ખેંચીને ઘીકાંટા સ્થિત સંબંધિત રેગ્યુલર ક્રિમિનલ કોર્ટાેમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરાયો છે. જાેકે, બેંકો અને નાણાકીય સંસ્થાઓના કેસો યથાવત્ રીતે સ્પેશિયલ કોર્ટમાં જ ચાલશે. ઓફિસ ઓર્ડર અનુસાર, ચેક બાઉન્સના કેસો માટે કાર્યરત સ્પેશિયલ કોર્ટ નંબર ૨૭થી ૫૪ પાસે અત્યાર સુધી સંસ્થાગત અને ખાનગી એમ બંને પ્રકારની ફરિયાદો ચાલતી હતી. બેંકો અને મોટી ફાઇનાન્સ કંપનીઓના કેસોની સંખ્યા કરોડોમાં હોવાથી ખાનગી ફરિયાદોના નિકાલમાં વિલંબ થતો હતો. ન્યાયિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૩(૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ઝ્રત્નસ્એ આ મોટો ર્નિણય લીધો છે. આ અંગે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગત ૩૦ જૂને એક ઠરાવ પસાર કરાયો હતો. નવા આદેશ મુજબ, ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી ચેક બાઉન્સની કોઈપણ નવી ખાનગી ફરિયાદ સ્પેશિયલ કોર્ટમાં સ્વીકારવામાં આવશે નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution