સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોનાં કાયમી ભરતીની ઝડપથી જાહેરાતની માગ સાથે દેખાવો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   1980

વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે લાંબા સમયથી રાહ જાેઈ રહેલા ઉમેદવારો આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા. ભરતીના નિયમો તૈયાર કરવામાં ૧૯ મહિનાથી વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ સરકાર સમક્ષ કાયમી ભરતીની જાહેરાત ઝડપથી કરવાની માંગ ઉઠાવી છે.ગુજરાત ખેલ સહાયક હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ઉમેદવારો એકત્ર થયા હતા. ઉમેદવારોનો આક્ષેપ છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ ભરતીના નિયમો જાહેર ન થતાં ભરતી પ્રક્રિયા આગળ વધી શકી નથી.કાયમી ભરતીની જાહેરાત ઝડપથી કરવામાં આવે અને ભરતીના નિયમો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અગાઉ પણ વ્યાયામ સહાયકોની ભરતીના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું, છતાં ભરતી અંગે સ્પષ્ટ ર્નિણય ન લેવાતા ઉમેદવારો ફરી આંદોલનના માર્ગે ઉતર્યા છે.ઉમેદવારો દ્વારા ભરતીના નિયમો જાહેર ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે. લાંબા સમયથી ભરતીની રાહ જાેઈ રહેલા ઉમેદવારો હવે સરકાર પાસેથી નક્કર ર્નિણયની માંગ કરી રહ્યા છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોના એકત્રિકરણથી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હવે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ઉમેદવારોની નજર રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution