‘પપ્પાના ખોળામાં મમ્મી’ નિવેદન પર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો ભાજપ-RSS પર હુમલો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, નવેમ્બર 2026  |   2079

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે તેમના એ નિવેદન પર ટીકા કરનારાઓ પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે દરેક ભોજન સમયે તેમની માતા સોનિયા ગાંધી તેમના પિતા રાજીવ ગાંધીના ખોળામાં બેસતા હતા. રાહુલે કહ્યું કે ભય, ગુસ્સો અને નફરતે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થકોની આસપાસ એક એવું જાળું ગૂંથી દીધું છે, જે તેમને પ્રેમનો અનુભવ કરવા અને તેને વ્યક્ત કરતા અટકાવે છે. પોતાની હિન્દુ આસ્થાનો ઉલ્લેખ કરતા લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે તેમને આ જાળામાંથી મુક્ત કરવા એ તેમની ફરજ છે, જેથી તેઓ પણ પ્રેમ અને પોતીકાપણાનો આનંદ અનુભવી શકે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં રાહુલે લખ્યું, ભય, ગુસ્સો અને નફરતે ભાજપ અને આરએસએસના સમર્થકોના હૃદયમાં એક જાળું ગૂંથ્યું છે, જે તેમને પ્રેમનો અનુભવ કરવા અને વ્યક્ત કરતા રોકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “એક સાચા હિન્દુ તરીકે, તેમને આ જાળામાંથી મુક્ત કરવા એ મારી ફરજ છે, જેથી તેઓ પણ પોતાના જીવનમાં પ્રેમ અને પોતીકાપણાની અદભૂત સુંદરતા અને આનંદનો અનુભવ કરવાનું શરૂ કરી શકે. 


શું હતો સમગ્ર વિવાદ?

સોમવારે નવી દિલ્હીમાં તેમની માતાના સંસ્મરણોના પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ના વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ તેમના માતા-પિતા, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સંબંધો વિશે વાત કરી હતી, ત્યારબાદ ઓનલાઈન ચર્ચા શરૂ થઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution