રામમંદિર દાન ઉચાપત કેસ : બાર એસો.નો ર્નિણય કોઈ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે, નિયમ તોડનારને ૫ લાખનો દંડ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2026  |   1386

અયોધ્યા રામ મંદિરના કરોડો રૂપિયાના દાનમાં થયેલી કથિત ઉચાપત અને છેતરપિંડીના મામલે અયોધ્યાના કાનૂની જગતમાંથી એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ર્નિણય સામે આવ્યો છે. અયોધ્યા બાર એસોસિએશને સત્તાવાર જાહેરાત કરી છે કે, આ પવિત્ર કાર્યમાં ભ્રષ્ટાચાર કરનારા આઠેય શંકાસ્પદ આરોપીઓ તરફથી એસોસિએશનનો કોઈ પણ વકીલ કોર્ટમાં કેસ નહીં લડે. એટલું જ નહીં, બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ વટહુકમ બહાર પાડતા સ્પષ્ટ કર્યું છે કે, જાે કોઈ વકીલ આ આદેશનો અનાદર કરીને આરોપીઓનું પ્રતિનિધિત્વ કરશે, તો તેની સામે ૫ લાખનો મોટો દંડ ફટકારવામાં આવશે. 

એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે વકીલોની સંસ્થા બચાવ પક્ષના બદલે ભક્તો અને ફરિયાદ પક્ષ (પ્રોસિક્યુશન)ની સાથે મજબૂતાઈથી ઉભી રહેશે. આ કૌભાંડના આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે અયોધ્યાના ૧૫ થી ૨૦ અત્યંત અનુભવી અને વરિષ્ઠ ફોજદારી વકીલોની એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલોને કાનૂની મદદ પૂરી પાડશે, જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને.


ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડવાનું અલ્ટીમેટમ

રામ મંદિરમાં દાન ચોરી મામલાને લઈ લોકોમાં ભયંકર ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ દરમ્યાન ફૈઝાબાદ બાર એસોસિએશનની બેઠકમાં મોટો ર્નિણય લેવાયો છે. આ ર્નિણય અંતર્ગત કોઈ પણ વકીલ રામ મંદિર દાન ચોરીના આરોપીઓનો કેસ લડશે નહીં. જાે કોઈ વકીલ આ કેસને હાથમાં લેશે તો બાર એસોસિએશનમાંથી તેને બહાર કરી દેવામાં આવશે. સાથે જ તેના પર પાંચ લાખનો દંડ પણ લગાવશે. આ ઉપરાંત વકીલોએ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને ત્રણ દિવસની અંદર અયોધ્યા છોડવાની ચેતવણી પણ આપી દીધી છે. વકીલોએ કહ્યું કે જાે આવું નહીં થાય તો તેઓ અયોધ્યા જામ કરશે. આ ઉપરાંત વકીલોની માગ છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution