/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

RBI સરકારને ડિવિડન્ડ પેટે આપશે 57,000 કરોડ: રીપોર્ટ

દિલ્હી-

સરકારે ફરી નાણાંકીય ખાધનો સામનો કરતા ફરી RBI તરફ મીટ માંડી છે. સરકારે ફરી આરબીઆઈ પાસે ડિવિડન્ડની માંગણી કરી છે અને આજની આરબીઆઈની બોર્ડ બેઠકમાં સરકારને આપવાના ડિવિડન્ડ, લોન મોરેટોરિયમ અને અન્ય રેગ્યુલેટરી ફ્રેમવર્ક અંગે બેઠક યોજી છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર સરકારને ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની સેન્ટ્રલ બેંક રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી 57,000 કરોડ ડિવિડન્ડ પેટે મળશે. 

ઈકોનોમીક ટાઈમ્સના અહેવાલ અનુસાર આરબીઆઈ આ વર્ષે કેન્દ્ર સરકારને ડિવિડન્ડ પેટે 57,000 કરોડ આપી શકે છે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના પૂર્વે જ 60,000 કરોડના ડિવિડન્ડનું અનુમાન મુક્યું હતુ. જોકે હવે કોરોનાને કારણે સરકારની આવક ઘટી છે અને ખર્ચ પણ વધ્યો છે તેથી ચોતરફ ચિંતાના વાદળો છે. આ સિવાયની વધારાની કોઈ સરપ્લસ રકમ સરકારને આરબીઆઈ તરફથી નહિ મળી શકે,તેમ સૂત્રોએ ઉમેર્યું છે. 

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સરકારની આવક પર ભારે ફટકો પડ્યો છે. આ સંજોગોમાં ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી સપ્તાહમાં રિઝર્વ બેન્ક સમક્ષ બીજું ડિવિડન્ડ ચૂકવવાની માંગ કરી શકે છે. જોકે આ વખતે આરબીઆઇ પણ વધુ ચુકવણી કરી શકે તેવી શક્યતા નથી તો બીજી તરફ આરબીઆઇ જેટલી પણ ચુકવણી કરશે તેનાથી સરકારી ખજાનાને થયેલ ખોટ ભરપાઈ શકશે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution