રીઅલ મેડ્રિડે ગ્રેનાડાને 4-1થી હરાવી લા-લીગા ટૂર્નામેન્ટ જીતવાની આશા જીવંત રાખી 
15, મે 2021

મેડ્રિડ

રીઅલ મેડ્રિડે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં ગ્રેનાડાને ૪-૧થી હરાવી એટલિટીકો મેડ્રિડ પર દબાણ બનાવ્યું હતું. પહેલા હાફમાં લુકા મોડ્રિચ અને રોડ્રિગોએ ગોલ કર્યો જ્યારે બીજા ભાગમાં લવારો ઓડ્રીઝોલા અને કરીમ બેજેન્માએ ગોલ કરીને ટાઇટલ રેસમાં રીઅલ મેડ્રિડને લા લીગા ટુર્નામેન્ટ જીતવાની આશા જીવંત રાખી. રીઅલ મેડ્રિડ હવે એટલિટીકોથી માત્ર બે પોઇન્ટ પાછળ છે. એટલેટિકોએ બુધવારે રીઅલ સોસિડેડને ૨-૧થી હરાવ્યું.

એટલેટિકોના ૩૬ મેચમાંથી ૮૦ પોઇન્ટ છે જ્યારે રીઅલ મેડ્રિડના સમાન મેચોમાં ૭૮ પોઇન્ટ છે. હવે જ્યારે ફક્ત બે રાઉન્ડની મેચ બાકી છે ત્યારે બાર્સિલોના પણ આ ખિતાબની રેસમાં છે. તેણે ૩૬ મેચોમાં ૭૬ પોઇન્ટ મેળવ્યા છે. તે મંગળવારે લેવાન્ટે સાથે ૩-૩ ડ્રોમાં રમ્યો હતો. ચોથી ક્રમાંકિત ટીમ સેવિલા (૩૬ મેચમાં ૭૪) પણ પાછળ નથી. અન્ય મેચોમાં વિલ્લારેઅલે વલેડોલીડને ૨-૦થી હરાવીને યુરોપા લીગમાં સ્થાન મેળવવાની આશા જાળવી રાખી હતી. છઠ્ઠા ક્રમાંકિત રીઅલ બેટિસે ઇબરથી ૧-૧ ડ્રો રમ્યો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution