મુંબઇ
પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીના જુના કર્મચારી રાજેશ પાણ્ડેયે એક્ટ્રેસ પર ફ્રોડ કરી અને પૈસા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે રાજેશે શ્વેતા અને તેની વોટ્સએપ ચેટના અમુક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે જેમાં શ્વેતાએ પહેલાં તેને ઇગ્નોર કર્યો અને પછી બ્લોક કરી દીધો. ઘણા સમય સુધી આ બાબતે મૌન સાધ્યા બાદ આખરે શ્વેતાએ જવાબ આપી આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે.
હાલમાં જ સ્પોટબોય સાથેની વાતચીતમાં શ્વેતા તિવારીએ રાજેશ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એક્ટ્રેસે કહ્યું, 'આ બધા આધારહીન આરોપ છે. તે માણસ મારી પાસે TDS માટે કાપેલા 12 હજાર રૂપિયા માગી રહ્યો છે. તે માત્ર મારા નામથી પબ્લિસિટી લઇ રહ્યો છે.'
રાજેશે જણાવ્યું હતું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા. આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. 6-7 મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે.'
'મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.' પૈસા પરત માગતા શ્વેતા તિવારીએ બ્લોક કરી દીધો. રાજેશ આશા કરે છે કે શ્વેતાની આ વાત લોકો સુધી પહોંચ્યા બાદ તે તેના પૈસા પરત કરી દેશે.
Loading ...