જાણીતા હોલિવૂડ અભિનેતા ટેરેન્સ સ્ટેમ્પનું નિધન
18, ઓગ્સ્ટ 2025 લંડન   |   2277   |  

 સુપરમેનમાં વિલનના રોલ માટે હતા પ્રખ્યાત

ફિલ્મો ઉપરાંત ટીવીના લોકપ્રિય બ્રિટિશ અભિનેતા ટેરન્સ સ્ટેમ્પનું નિધન થયું છે. તેમણે 87 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવાર દ્વારા તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. ટેરન્સ સ્ટેમ્પએ 'સુપરમેન' ફિલ્મોમાં વિલન જનરલ ઝોડ નો રોલ ભજવ્યો હતો. હવે તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

17 ઓગસ્ટના રોજ ટેરેન્સ સ્ટેમ્પના પરિવારે મીડિયાને તેમના અવસાનની જાણકારી આપી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતા જાળવી રાખવા વિનંતી કરી. પરિવારે કહ્યું, ટેરેન્સ સ્ટેમ્પ એક એવા અભિનેતા અને લેખક હતા, જેમનું ઉત્કૃષ્ટ કાર્ય આપણા બધાના હૃદયમાં કાયમ રહેશે. તેમની કળા અને વાર્તાઓ આવનારા વર્ષો સુધી લોકોને સ્પર્શતી અને પ્રેરણા આપતી રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution